ડીસા હાઇવે પર ખાનગી બસ પલટી ખાતાં 20ને ઇજા, 2ની હાલત ગંભીર

બનાસકાંઠાઃ થરાદમાં ડીસા હાઈવે પર લકઝરી બસને અકસ્માત નડ્યો છે. સુરતથી બાલોતરા તરફથી જતી ખાનગી બસ પલટી મારી હતી. બસ પલટી મારતા 20 લોકોને સામાન્ય ઈજા પણ થઈ હતી. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયાં હતાં. જો કે આ ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ત્યારે આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનાં થરાદ તાલુકાનાં ડીસા હાઇવે પર સવાર સવારમાં અકસ્માત સર્જાયો છે. જેમાં ખાનગી લક્ઝરી એકાએક પલટી મારી ગઇ છે. ત્યારે આ અકસ્માતમાં 20 લોકોને સામાન્ય ઇજા થઇ છે. તેમજ 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં છે.

જો કે આ ઘટનાની જાણ થતાં જ આસપાસનાં સ્થાનિક લોકો તુરંત ઘટનાસ્થળે એકઠાં થઇ ગયાં હતાં. ઉપરાંત પોલીસને પણ સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જ્યાર બાદ આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

You might also like