બોલો, તમારે શું શેકવું છે?, કાળઝાળ ગરમીમાં રેતી પર શેકાય છે રોટલી-પાપડ, VIDEO વાયરલ

બનાસકાંઠાઃ જિલ્લાનાં થરાદ તાલુકાનાં કોઈ ગામનો આ વીડિયો છે. જેમાં તમને કંઇક અલગ જ ઘટના જોવાં મળશે. મહત્વનું છે કે હાલમાં ચારે બાજુ રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર જોવાં મળી રહ્યો છે ત્યારે ચારે બાજુ અનેક ગામડાંઓ અને શહેરો તપી રહ્યાં છે ત્યારે ગામડાંઓની સ્થિતિ પણ હાલમાં સારી દેખાઇ નથી રહીં. ત્યારે ગરમીનાં આ કહેરમાં ધરતીને તપતી જોઇને કોઈને એવો વિચાર આવ્યો કે લાવો ચાલો આ ધરતીની રેતી પર આપણે પાપડ શેકી જોઇએ.

ત્યારે મહત્વનું છે કે આ તપતી ગરમીમાં આંગણામાં જ પાપડ શેકવાનો પ્રયત્ન કર્યો તો તેનું પરિણામ હકારાત્મક જોવાં મળ્યું. ઉલ્લેખનીય છે કે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પાપડ તો શેકાયો પરંતુ તેને શેકનારો પણ ગરમીનાં કહેરથી બચી ન શક્યો. જેમ પાપડનું સ્વરૂપ બદલાઈ રહ્યું હતું તેમ-તેમ તેનાં વિચારકર્તાને પણ આનંદ આવી રહ્યો હતો.

આ સાથે જ ગામનાં કેટલાંક લોકો પણ તેમાં જોડાયાં અને બાદમાં વીડિયો બનાવ્યો. જો કે હાલમાં આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકોએ આ વીડિયોને પણ ખૂબ શેર કર્યો છે. કારણ કે ગુજરાત અને દેશનાં દરેક ગામડાં અને શહેરમાં આવી જ ગરમી પડી રહી છે. સૂર્ય દેવતાનો તાપ પણ હાલમાં ચારેબાજુ વધી રહ્યો છે અને લોકો વરસાદની કાગડોળે રાહ પણ જોઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા પણ હવે એવી આગાહી કરી દેવામાં આવી છે કે ગુજરાતમાં 99 ટકા વરસાદ થવાની સંભાવના છે. જૂનમાં ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે એમ જણાવ્યું કે જૂનથી સપ્ટેમ્બર વચ્ચેનાં ગાળામાં પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડશે. તેમાંય ખાસ કરીને જૂન મહિનામાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને જમ્મૂ-કશ્મીરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

You might also like