VIDEO: બનાસકાંઠામાં નર્મદા કેનાલ પર 3 દિવસમાં કપાયા 800 કનેક્શન

બનાસકાંઠાઃ આ જિલ્લામાં નર્મદા કેનાલ પરથી પાણીનાં કનેકશન કપાતાં ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કનેકશન કપાતાં હજારો એકરમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. નર્મદાનાં અધિકારીઓની કાર્યવાહીથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

મહત્વપૂર્ણ છે કે, છેલ્લાં ત્રણ દિવસમાં 800 કનેકશન કાપવામાં આવ્યાં છે. જો કે અધિકારીઓ હોબાળાનાં ડરે પોલીસનાં કાફલા સાથે નર્મદા કેનાલ પર જઇને પાણીનાં કનેકશન કાપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલ પર ગેરકાયદેસર કનેક્શનને લઇ નર્મદાનાં અધિકારીઓ 3 દિવસથી કાર્યવાહી કરી રહ્યાં છે. જેને અનુસંધાને આ અધિકારીઓએ 3 દિવસમાં 800 જેટલાં પાણીનાં કનેક્શન કાપ્યાં છે. જેથી બનાસકાંઠાનાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

You might also like