ઉત્તર ગુજરાતની સરકારી કચેરીઓની દિવાલો પર લાગ્યાં ‘હવે બંધ’નાં સૂત્રો

ઉત્તર ગુજરાતમાં કુતુહલ સર્જાય તેવાં સુત્રો સરકારી ઈમારતોની દીવાલ પર લખવામાં આવ્યાં છે. મહેસાણા અને ડીસા શહેર બંનેની સરકારી કચેરીઓની દીવાલ પર એક સરખા હવે બંધનાં સ્લોગન લખવામાં આવ્યાં છે. આ સુત્રોને કારણે સરકારી સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

લોકોમાં એવું આશ્ચર્ય છે કે, શહેરમાં હવે શું બંધ છે. તો બીજી તરફ બંધનાં સૂત્રો લાગતા તંત્ર પણ દોડતું થઇ ગયું છે. હવે બંધનાં સુત્રો લખનાર કોણ છે અને તેની પાછળનો શું ઉદ્દેશ્ય છે તે જાણવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.

મહેસાણા બાદ ડીસાની સરકારી કચેરીઓની દિવાલોમાં સ્લોગન લખવામાં આવ્યાં છે. સરકારી કચેરીઓની દિવાલ પર ‘હવે બંધ’ લખવામાં આવ્યું છે. દિવાલો પર `હવે બંધ’નાં લખાણથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે કે, સ્થાનિકોમાં કેવું કુતુહલ છે કે, ડીસામાં “શું બંધ છે.” આ ચર્ચાએ શહેરમાં વિશેષ જોર પકડ્યું છે.

મહત્વનું છે કે, ડીસા પાલિકાએ શહેરમાં CCTV કેમેરા લગાવ્યાં છે. જો CCTV ફૂટેજ ચેક કરવામાં આવે તો દિવાલો પર સૂત્ર લખનાર શખ્સની ઓળખ થઈ શકે તેમ છે.

You might also like