બનાસકાંઠાના આ ગામમાં છેલ્લા 700 વર્ષ જૂની અશ્વદોડની પરંપરા આજે પણ અકબંધ

અમદાવાદ : બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામે દર વર્ષે અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. નવા વર્ષના આગમન બાદ ભાઈબીજના દિવસે મુડેઠા અને તેની આસપાસના લોકો પોતાના અશ્વો પર સવાર થઇ અશ્વ દોડ યોજે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ અશ્વ દોડની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. જે આજેપણ અકબંધ છે.
બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામે છેલ્લા 7૦૦ વર્ષથી ચાલી આવતી આ પરંપરા આજે પણ ચાલુ છે. મુડેઠા ગામના રાઠોડ દરબાર આ અશ્વ દોડનું આયોજન કરે છે. આ અશ્વ દોડમાં આજુબાજુ ગામમાં જે લોકો અશ્વ રાખે છે તે લોકો ભાગ લે છે. આ અશ્વ દોડ પાછળ વર્ષો જુનો ઈતિહાસ જોડાયેલો છે. જેના કારણે આજે પણ આ દરબાર લોકો પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે.

વર્ષો પહેલા જાલોરના રાજાએ મુસ્લિમોના ડરથી પોતાની આ પંથકમાં દીકરી પરણાવી હતી. જે બાદ આ વિસ્તારના મુડેઠા ગામના દરબાર દ્વારા આ રાજાની દીકરીના ભાઈ બન્યા હતા. આથી રાજાએ તેમને બખ્તર આપ્યું હતું. આ બખ્તર આજે પણ આ દરબાર લોકોના રીતિરિવાજ મુજબ એક વ્યક્તિને પહેરાવી અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં અશ્વો સહીત ઊંટ પણ જોડાય છે. આ અશ્વ દોડને નિહાળવા દુર દુરથી મોટી સંખ્યામાં લોકો આવે છે.

You might also like