Categories: Gujarat

બનાસ તારાં વહેતાં પાણી બચી તો માત્ર વ્યથા

‘તારા ખોળે જીવન પાંગર્યાં.
તું તો લોકમાતા હતી. તું કેમ રૂઠી ગઈ. તું શા માટે અમારી 15-15 જિંદગીઓ ભરખી ગઈ’-આ સવાલ બનાસકાંઠાનો એ પરિવાર વારંવાર કરી રહ્યો છે, જેણે પોતાનાં વહાલસોયાં ગુમાવ્યાં અને પરિવાર પાસે રહી તો માત્ર કુદરત સમક્ષ ફરિયાદો.

બનાસકાંઠામાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અનેક જિંદગીઓ તણાઈ.અબોલ પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા. પછી એ 2015ની વાત હોય કે 2017ની, બરબાદ તો થવાનું જ હતું ને. લાચાર જિંદગીઓને શોધવા અમે સફર ખેડી અમદાવાદથી 300 કિ.મી.નું અંતર કાપીને એ ગામની કે જે ગામને બનાસ નદી ભરખી ગઈ. આ ગામમાં પ્રવેશ કરતાં એવાં વરવાં દૃશ્યો નજરે પડ્યાં, જે હચમચાવી નાખનારાં હતાં, તૂટેલા રસ્તા-તૂટેલાં મકાન અને ઉઝડેલાં ખેતર-આ દૃશ્યો વિનાશ લીલાની સાક્ષી પૂરી રહ્યાં છે.

ઉપર આભ-નીચે ધરતી-વચ્ચે ઝઝૂમતી જિંદગી
ખા‌િરયા ગામના ઠાકોર પરિવારને ક્યારેય અંદાજ ન હતો કે તેમને બનાસ નદી સાથે કાયમી દુશ્મની થઈ જશે. પાણીના પ્રવાહમાં ઠાકોર પરિવાર પોતાના મકાનની છત પર ચડ્યો હતો, પરંતુ તોફાની બનાસ મકાન સાથે પરિવારના તમામ સભ્યોને તાણી ગઈ. આ દુર્ઘટનામાં પરિવારના બે સભ્ય બચી ગયા, જે આ સમગ્ર ઘટનાને સ્વમુખે વર્ણવે છે. બચી ગયેલા પરિવારોને થરાની છાત્રાલયમાં આશરો આપવામાં આવ્યો છે તો બીજી તરફ બચી ગયેલા પ્રધાનભાઈ અને લાલાભાઈ પોતાની વ્યથા ઠાલવતાં જણાવે છે કે જિંદગીભર તેઓ પોતાની જમીન પર હવે પાછા નહીં આવે, ભલે ભીખ માગવી પડે. પ્રધાનભાઇએ પોતાની 13 વર્ષની દીકરી, પત્ની, ભાઈ અને માતા -પિતા ગુમાવ્યાં છે.

એક જ પરિવારની 15-15 જિંદગીઓને બનાસ ભરખી ગઈ
આ ઘટના બનાસકાંઠાના ખા‌િરયા ગામની છે, જે ગામના એક જ પરિવારે પોતાના 15-15 લોકોને ગુમાવ્યા છે. 23 જુલાઈની એ રાત જ્યારે બનાસ નદીએ પોતાનો કિનારો વટાવ્યો અને પાણીનો પ્રવાહ સતત વધતો ગયો તથા બનાસ તોફાની બનતી ગઈ.

બનાસ નદીના તોફાન વચ્ચે ઝઝૂમતી જિંદગી
એ રાત તો વીતી ગઈ, પરંતુ પાછળ છોડી ગઈ અશ્રુઓનું ઘોડાપૂર. પૂર પછીની સ્થિતિ અને લોકોની હાલતની જમીની હકીકત ચકાસવા અમારી ટીમ નીકળી હતી, પરંતુ અમને અંદાજ ન હતો કે આટલી દયનીય સ્થિતિ અમારે જોવી પડશે.

13 વર્ષની સોનલ હવે સ્કૂલે નહીં જઈ શકે
આ ઘટનામાં બચી ગયેલા પ્રધાનભાઇ કહે છે, છેલ્લી ઘડીએ ભાઈને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તેનો માત્ર બૂટ જ હાથમાં આવ્યો તો બીજી તરફ13 વર્ષની સોનલને પણ બનાસ ભરખી ગઈ. પ્રધાનભાઇ કહે છે કે સાહેબ, મારી સોનલ-7મા ધોરણમાં ભણતી હતી. તેના માસ્તરો પણ સોનલને યાદ કરીને રડે છે તો આ તરફ લાલાભાઈએ આખો પરિવાર ગુમાવ્યો છે.

લાલાભાઈને તરતાં નહોતું આવડતું પણ કેવી રીતે તરી ગયા એ તો તેઓ ખુદ પણ નથી જાણતા. લાલાભાઈ પોતે 3 દિવસ સુધી વીજળીના થાંભલા પર રહ્યા. અંતે હે‌િલકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા. આ લાલાભાઈએ પોતાનો સંપૂર્ણ પરિવાર ગુમાવ્યો છે, રહી છે તો બસ લાચાર જિંદગી.

કોણ કોને આશ્વાસન આપે
આ ઘટનામાં કોઈએ પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો તો કોઈએ પોતાની પુત્રી ગુમાવી તો કોઈએ પોતાના આંગણમાં કિલ્લોલ કરતાં બાળકો ગુમાવ્યાં તો કોઈને હજુ સુધી પોતાની બહેનનો પત્તો નથી લાગ્યો. હવે જીવ બચી ગયાનો આનંદ વ્યક્ત કરવો કે વહાલસોયાં ગુમાવ્યાંનો શોક તે વાત આ લોકોને સમજાતી નથી.

બનાસ નદીમાં જાણે ભાગ્ય જ તણાઈ ગયું
કહેવાય છે કે પહેલો સગો તે પાડોશી, પણ અહીં જ્યારે ખુદનો જીવ જોખમમાં હોય તો પાડોશી કેવી રીતે વહારે આવે. નજીકમાં રહેતા એક વડીલે પીડિત પરિવારની આ ઘટનાનું વર્ણન કર્યું તે ખરેખર હૃદયદ્રાવક છે. તેઓ જણાવે છે કે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ સામેના મકાનની છત ઉપર હતા. રાતનો સમય હતો અને પાણી એટલી ઝડપથી ફરી વળ્યું કે એક ચીસ સંભળાઈ ‘હે બાપ રે’. ત્યારબાદ શું થયું તે ખુદ વડીલ પણ નથી જાણતા. વડીલ કહે છે કે તેઓ બે દિવસ સુધી મકાનની છત પર ખાધા-પીધા વગર રહ્યા.

divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

3 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

3 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

3 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

3 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

3 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

3 hours ago