અંધા કાનૂનઃ નિર્દોષ યુવકને હત્યાનાં કેસમાં 26 વર્ષ રાખ્યો જેલમાં, મૃતક હાજર થતાં ખળભળાટ…

બનાસકાંઠાઃ તમે “અંધા કાનૂન” ફિલ્મ તો જોઈ જ હશે. જેમાં એક જીવિત વ્યક્તિની હત્યાનાં ગુનામાં એક્ટર જેલ ભોગવે છે. જો કે આ તો વાત થઈ કાલ્પનિક ફિલ્મની પરંતુ કંઈક આવો જ બનાવ સામે આવ્યો છે બનાસકાંઠાનાં ડીસાનો કે જ્યાં એક વ્યક્તિને હત્યાનાં ગુનામાં આરોપી બનાવાયો અને તેને ટોર્ચર કરીને ગુનાની કબૂલાત પણ કરાવવામાં આવી.

તો આવી જ એક સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો જયંતીભાઈ રાણા નામની વ્યક્તિ કે તેઓ જ્યારે 22 વર્ષનાં હતાં. ત્યારે 1992માં ડીસાનાં PI એન.જી. ધરાજીયાએ અમદાવાદનાં રામસિંહ યાદવની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી હતી અને બે સપ્તાહ સુધી ઢોર માર મારીને ગુનાની કબૂલાત કરાવી હતી.

જો કે એક મહિના બાદ જેની હત્યાનાં ગુનામાં જયંતીભાઈની ધરપકડ કરાઈ હતી તે રામસિંહ યાદવ હાજર થયો હતો અને પોલીસ દ્વારા ખોટી ફરિયાદ ઉપજાવી કાઢેલી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ જયંતીભાઈ પેરોલ પર મુક્ત થયાં હતાં અને બાદમાં વકીલની સલાહ લઈને કોર્ટમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

જેની 26 વર્ષ સુધી સુનાવણી ચાલી અને આખરે કોર્ટે પોલીસકર્મી ધરાજીયાને છ માસની સજા અને 75 હજારનું વળતર ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. જો કે અહીં સવાલ એ ઉભો થયો છે કે એક નિર્દોષ વ્યક્તિને પોતાનાં પર લાગેલા આરોપોમાંથી મુક્ત થતાં આજે પણ આપણાં દેશમાં 26 વર્ષ જેટલો સમય લાગે છે. તે ન્યાયતંત્રની મોટી વિડંબણા જ કહેવાય.

You might also like