VIDEO: બનાસકાંઠાનાં થરાદનાં 20 વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની રિસીપ્ટમાં સામે આવ્યાં છબરડા

બનાસકાંઠાઃ રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડનાં છબરડાનાં કિસ્સાઓ યથાવતપણે જોવાં મળી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનાં થરાદમાં 20 વિધાર્થીઓની બોર્ડની પરીક્ષાની રિસીપ્ટમાં છબરડાં થયાં છે. વિધાર્થીઓની રિસીપ્ટમાં સરનામું ખોટું લખતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જેથી વાલીઓએ તંત્રની કામગીરી સામે ભારે નારાજગી પણ વ્યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમદાવાદમાં મેઘાણીનગરની ન્યૂ નવચેતન સ્કૂલનાં ધોરણ 10નાં વિદ્યાર્થીઓને પરીક્ષાનાં આગલા દિવસ સુધી હોલ ટિકિટ મળી ન હોતી. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે દખલગીરી કરી હતી અને બાળકોનાં ભવિષ્યને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીની દખલગીરી બાદ હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એવું નિવેદન આપ્યું હતું કે,”ન્યૂ નવચેતન સ્કૂલનાં 32 વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીઓ આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી શકશે.”

સ્કૂલમાં 9-10નાં વર્ગો મંજૂરી વર ચાલતાં હતાં:
મેઘાણીનગરની આ સ્કૂલમાં માત્ર ધોરણ 1થી 8નાં વર્ગોની જ મંજૂરી હતી, પરંતુ સ્કૂલવાળાં ગેરકાયદેસર રીતે ધોરણ 9 અને 10નાં વર્ગો ચલાવતાં હતાં. વર્ગો મંજૂરી વગર ચાલતાં હોવાથી ધોરણ 10નાં 32 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું હતું.

આથી એ જ રીતે આ વખતે ફરી રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ એક છબરડો થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનાં થરાદનાં 20 વિધાર્થીઓની રિસીપ્ટમાં સરનામું ખોટું લખતાં ભારે દોડધામ મચી ગઇ હતી.

You might also like