બનાસ ડેરી પર ભગવો લહેરાયો : ભટોળ પેનલની હાર

પાલનપુર : બનાસડેરીની ચૂંટણી માટે 11 તાલુકાઓ ખાતે મતદાન યોજાયું હતું. પ્રતિષ્ઠાનાં પ્રશ્ન સમાન આ જંગમાં અંતે ભગવો લહેરાયો હતો. 8 બેઠકમાં શંકર ચૌધીની પેનલનો વિજય થયો હતો જ્યારે 3 બેઠક પર ભટોળ પેનલનો વિજય થયો હતો. નિયત સુમય સુધીમાં 100 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9.00 વાગ્યે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણત્રી યોજાઇ હતી.અત્રે ઉલ્લેખીય છે કે બનાસડેરીનાં નિયામક મંડળની મુદત અગાઉ પુરી થઇ ચુકી હતી. આ મુદત પુરી થયા બાદથી જ શંકર ચૌધરી અને ભટોળ જુથનાં લોકો સામ સામે આવી ગયા હતા. મારા મારી અને આક્ષેપ પ્રતિઆક્ષેપોનો માહોલ સર્જાયેલો હતો. વારંવાર પરિસ્થિતી તંગ થઇ હતી.
જો કે પ્રતિષ્ઠા સમી આ ચૂંટણીમાં મતદારોએ પણ પોતાનાં હકનો ઉપયોગ કર્યો હતો જેનાં પગલે બનાસ ડેરીનું 100 ટકા મતદાન યોજાયું હતું. 13 તાલુકામાં યોજાયેલા મતદાનમાં કુલ 143 મતદાતાઓએ પોતાનાં મત આપ્યા હતા. ત્યાર બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકર ચૌધરીની પેનલનો વિજય થયો હતો. જેથી બનાસડેરીમાં ભગવો લહેરાયો હતો તેમ કહી શકાય.

You might also like