કેળા અને બટાકામાં રહેલું સ્ટાર્ચ તમારા અારોગ્ય માટે બેસ્ટ છે

સામાન્ય રીતે અાપણે જેમાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ હોય તેવી વસ્તુઓને હેલ્ધી માનતા નથી. જોકે અમુક વસ્તુઓમાં સરળતાથી ન પચે તેવું સ્ટાર્ચ હોય છે. જેને કારણે તે શરીર માટે હેલ્ધી બને છે. ધાન્ય, કેળા, બટાકા અને દાળ જેવી ચીજોમાં સરળતાથી ન પચે તેવું સ્ટાર્ચ હોય છે જે અાંતરડાંનું સ્વાસ્થ્ય સુધારે છે. બ્રિટનના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અા રેજિસ્ટન્ટ સ્ટાર્ચ નાના અાંતરડામાં પચતુ નથી. એટલે ડાયટરી ફાઈબર જેવું કામ અાપે છે. સ્વસ્થ પાચનતંત્ર માટે ખોરાકમાં પૂરતી માત્રામાં ફાઈબર હોવું જોઈએ. મોટાભાગે વનસ્પતિજન્ય ખોરાકમાં કુદરતી રીતે રેજિસ્ટન્ટ સ્ટાર્ચ હોય છે. કેટલીક પ્રોડક્ટને હેલ્ધી બનાવવા તેને મોડીફાઈડ કરીને સ્ટાર્ચ ઉમેરવામાં અાવે છે.
http://sambhaavnews.com/

You might also like