લો, હવે કેળા ખાઈ છાલ ફેંકવાની ઝંઝટ જ નહીં

કેળાં બારે માસ મળતું ફળ છે અને એની ડિમાન્ડ પણ લગભગ બારે માસ હોય છે. પૂજા, તહેવાર અને ઉપવાસમાં કેળાં સૌથી પહેલાં લાવવામાં આવે છે. કેળા ખાધા બાદ એની છાલ જો ધ્યાનથી કચરા પેટીમાં નાખવામાં ન આવે તો એના પરથી લપસી જવાના કિસ્સા પણ અનેક વખત સાંભળ્યા છે. પણ જો છાલ સાથે ખવાય એવાં કેળાં આવે તો.

હા, જાપાનના એક ખેડૂતે કેળાંની એક વિશિષ્ટ વેરાઈટી વિકસાવી છે જે છાલ સાથે જ ખાઈ શકાય છે. આ ‘મોંગી કેળા’ની છાલ એટલી સ્વાદિષ્ટ નથી હોતી, પરંતુ એ ઘણી જાડી તેમ જ ૧૦૦ ટકા ખાઈ શકાય એવી હોય છે.

You might also like