મોઢામાં પાણી લાવી દેશે બનાના પેનકેક, જાણો બનાવાની રીત….

જો બાળકો માટે રોજ રાતે સૂતી વખતે નાસ્તામાં શું બનાવીને આપીશ તેના માટે જો પરેશાની થતી હોય તો ચાલો એક દિવસની પરેશાની દૂર કરી દઇએ છીએ.

જો તમે બનાના પેનકેક બનાવાનો પ્રયત્ન કરી શકો છો, જે સ્વાદની સાથે-સાથે હેલ્થ માટે પણ સારો છે. આ તમારા બાળકોને જ નહીં ઘરના દરેક વ્યક્તિને પસંદ આવશે. સૌથી સરસ એ વાત છે કે તેને બનાવા માટે કોઇ ખાસ મહેનત કરવી પડશે નહીં.

સામગ્રી :
મેંદો – 125 ગ્રામ
બેકિંગ પાવડર – 1 ટી સ્પૂન
મીઠું – સ્વાદ અનુસાર
કેસ્ટર શુગર – 2 ટેબલસ્પૂન
દૂધ – જરૂરિયાત અનૂસાર
ઇંડુ – 1
ખાંડ – 125 મિલી
માખણ – 1 ટેબલ સ્પૂન
કેળા – 1 નંગ
ફ્રૂટસ – ગાર્નિશ માટે
મેપલ સિરપ અથવા મધ – સુશોભિત કરવા માટે

સૌથી પહેલા એક બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર, મીઠું અને કેસ્ટર શૂગરને મિક્સ કરો. હવે તેમાં જરૂરિયાત અનુસાર 1 ઇંડુ અને 1 ટેબલસ્પૂન તેમજ માખણ નાંખી તેને સરખી રીતે મિક્સ કરો. હવે તેમાં દૂધ નાંખી મિશ્રણને સોફ્ટ બનાવો. હવે મિશ્રણને ઘટ્ટ બનાવા માટે સાઇડમાં મુકી રાખો.

હવે એક નોન સ્ટિક પેનમાં ધીમા ગેસ પર ગરમ કરી તેમાં માખણ નાંખો. હવે એત ટેબલસ્પૂન મેંદોનું મિશ્રણ કરી તેને ત્યાં સુધી કૂક કરો જ્યાં સુધી પેન કેક ગરમ ના થાય. હવે તેના પર કેળાના ટુકડાઓ રાખો અને પલટાવી દો. પેન કેકને બંને તરફથી ગોલ્ડ બ્રાઉન સુધી પકાવી લો. આવી રીતે બધા પેન કેક તૈયાર કરી લો.

You might also like