બનાના મૂસ

સામગ્રી

4 કેળા

¾ કપ ક્રીમ

2 મોટી ચમચી મઘ

1 ચમચી લીંબુનો રસ

સજાવટ માટે

કેળાના ટૂકડા

ચોકલેટ પાઉડર

બનાવવાની રીતઃ કેળાની છાલ દૂર કરી તેને કટ કરી લો. હવે મિક્સચરમાં કેળાના પીસ, મઘ અને લીંબુનો રસ એડ કરી તેને મિક્ચરમાં ગ્રાઇન્ડ કરો. કેળાની પેસ્ટ બની જાય ત્યાં સુધી મિક્ચરમાં ગ્રાઇન્ડ કરો. હવે કેળાની પ્યોરીમાં ક્રીમ એડ કરી અને ફરી મિશ્રણને મિક્ચરમાં ગ્રાઇન્ડ કરો. જ્યારે કેળામાં મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય તો તેને નાના ગ્લાસમાં કાઢી લો. ત્યાર બાદ ગ્લાસને એલ્યુમિન્યમ ફોઇલથી ઢાંકીને ફ્રિજમાં ચારથી પાંચ કલાક માટે મૂકી રાખો. મૂસ ઠંડુ થઇ ગયા પછી તેને ચોકલેટ પાવડર અને કેળાના ટૂંકડા સાથે ગાર્નિંશ કરી સર્વ કરો.

You might also like