બાળકો માટે ઘરમાં જ બનાવો ઝડપથી બનાના ચોકલેટ બાર

આજે આપણે ચોકલેટ બાર રેસિપી અંગે જાણકારી પ્રાપ્ત કરીશું જે તમારા બાળકો સાથે તમને પણ ઘણી પસંદ આવશે. અને સૌથી સારી વાત એ છે કે તમારા બાળકો માટે ખૂબ જ હેલ્થ માટે સારી પણ છે.

ચોકલેટ ખાવાની પોતાનો જ એક આનંદ છે અને તેમાં પણ હેલ્ધી કેળાનો સાથે મળે તો કહેવું જ શું. હા બાળકોને કેળા તેમજ ચોકલેટ બંને પસંદ હોય છે. આમ ઘરમાં ઝડપથી કેળા અને ચોકલેટ બંનેને મિક્સ કરીને ચોકલેટ બાર બનાવામાં આવે તો બાળકોને સૌથી વધુ પસંદ આવશે.

સામગ્રી :
કેળા, ચોકલેટ બાર, ગળી વરિયાળી

બનાવવાની રીત :
કેળાની ચોકલેટ બાર બનાવવા માટે સૌથી પહેલા તમારે કેળાની છાલ કાઢીને બંને ભાગ તરફથી થોડુ-થોડુ કાપી લો. ત્યાર બાદ કેળામાં સ્ટિક લગાવી દો. હવે ચોકલેટને ઓગાળી નાંખો.

આમ ચોકલેટને ઓગાળી નાંખ્યા બાદ તેમાં કેળાને તેમાં સારી રીતે બોળી નાંખો. પછી તેની ઉપર ગળી વરિયાળી લગાવી દો. હવે તેને અડધા કલાક ફ્રીઝમાં રાખો. તમારી બનાના ચોકેલેટ બાર થઇ ગઇ તૈયાર.

You might also like