કેળા અને ગરમ પાણી ઉતારશે તમારૂ વજન

પરફેક્ટ બોડી શેઇપ માટે આજે લોકો જીમમા જવું, ડાયેટિશ્યન પાસે જવું વગેરે જેવા અનેક નુસખા અજમાવે છે અને અઢળ પૈસા ખર્ચે છે. ત્યારે ક્યાંય પણ ગયા વગર અને વધારે પૈસા ખર્ચ કર્યા વગર ઘરેલું ઉપચારથી તમે તમારા શરીરનું વજન તો ઘટાડી શકશો સાથે સાથે બોડીને પ્રોપર શેઇપ પણ આપી શકો છો. ઘણા લોકો એવું માનતા હોય છે કે કેળા ખાવાથી શરીર વધી જાય છે. પણ કેળુ ખાઇને વજન કંટ્રોલમાં પણ લાવી શકાય છે.

રોજ સવારે કેળા અને એક કપ ગરમ પાણી પી ને તમે તમારુ વજન જ  ઓછુ કરવાની સાથે સાથે તમારી બોડીને શેપ પણ આપી શકો છો. એવુ કહેવાય છે કે કેળામાં જોવા મળતુ સ્ટાર્ટ અને કાર્બોહાઈડ્રેટ તમારુ વજન વધારી શકે છે. પણ જો આ સાથે ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો તમે વજન ઘટાડી શકો છો.  નિયમીત તેનું સેવન કરવાથી તમારુ પેટ પણ ભરેલુ રહેશે સાથે જ તમારી એનર્જીનુ સ્તર પણ વધી જશે.

You might also like