ભારતના ‘નોટ પ્રતિબંધ’ની અસર વિદેશમાં પણ

મોદી સરકારે કાળાં નાણાં પર અંકુશ લગાવવા માટે 500 અને 1000ની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયની અસર માત્ર દેશમાં નહિ, ભારતના પડોસી દેશોમાં પણ જોવા મળી રહી છે.

બાંગ્લાદેશ
એક વેબસાઇટ પ્રમાણે બાંગ્લાદેશના જૈસોરમાં રહેતા શેખ મુદસ્સર અલી પોતાની કિડનીનો ઇલાજ કરાવવા માટે કોલકાતા આવ્યા છે. અલીના ભાઈએ જણાવ્યું કે હોસ્પિટલે કહ્યું કે માત્ર 100ની નોટ લેવામાં આવશે જ્યારે કે અમારી પાસે 100 હતી જ નહિ.

તેઓએ પગલે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કમિશન આપીને રૂપિયામાં નોટો બદલાવી હતી. પરંતુ તેઓને ઇલાજ કરાવ્યા વગર જ પાછા જવું પડ્યું.

નેપાળ
નેપાળની ધ નેપાળ રાષ્ટ્ર બેન્કે પણ ભારતની જેમ જ નેપાળમાં પણ ભારતીય નોટ પર પ્રતિબંધ લાદી દીધો છે. આની અસર નેપાળમાં વેપાર ક્ષેત્રે મોટા પાયે થઈ રહી છે, કેમ કે ત્યાં ભારતીય ચલણ બહુ મોટા પ્રમાણમાં ચાલે છે.

મ્યાનમાર
મ્યાનમારના વેપારીઓ માદીના આ નિર્ણયથી નારાજ છે. કારણ કે આ નિર્ણયથી વેપાર વિનિમયમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. એક વેબસાઇટના જણાવ્યા પ્રમાણે મ્યાનમારના સરહદી ગામો ટામૂના વેપારીઓએ તો આ નિર્ણયને લીધે ઘણું નુકસાન વેઢવું પડ્યું છે.

સિંગાપુર
સિંગાપુરના સ્થાનિક અખબાર ધ સ્ટ્રેટ્સ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે અહીં ઘણા લોકો ભારતની જૂની નોટો બદલવા માટે પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ બેન્ક અને મની ચેન્જરો ભારતીય ચલણને સ્વીકારી રહ્યા નથી.

મલેશિયા
ફ્રી મલેશિયા ટુડે વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, મલેશિયાથી ભારત આવનારા પર્યટકોએ પણ મોદી સરકારના આ નિર્ણયની આકરી નિંદા કરી છે કેમ કે તેઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે મની ચેન્જરોએ નોટો બદલવાની ના પાડી દીધી છે.

આ દેશો સિવાય પણ બહેરીન, કતાર અને સંયુક્ત આરબ અમિરાત સહિત ઘણા દેશોએ આ નિર્ણયથી મુશ્કેલીઓનો સમાનો કરવો પડી રહ્યો છે.

You might also like