દિલ્હીમાં જૂની પેટ્રોલ કારમાં સીએનજી કિટ લગાવવા પર પ્રતિબંધ

નવી દિલ્હી: દિલ્હીને પ્રદૂષણમુકત શહેર બનાવવા દિલ્હી પરિવહન વિભાગે પાટનગરમાં પેટ્રોલ કારમાં સીએનજી કિટ લગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સીએનજી રેટ્રોફિટમેન્ટ (જૂની ગાડીઓમાં સીએનજી કિટ લગાવવી) પર પ્રતિબંધનો આદેશ તત્કાળ અસરથી અમલમાં મૂકી દીધો છે.

દિલ્હીની પેટ્રોલ ગાડીઓમાં અપ્રમાણિત સીએનજી કિટ લગાવવામાં આવતી હોવાની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જોકે આ આદેશ હજુ કામચલાઉ છે, પરંતુ તે ક્યાં સુધી અમલમાં રહેશે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તમામ મોટર લાઇસ‌િન્સંગ ઓથોરિટીને આ અંગે જાણ કરવામાં આવી છે.

જોકે નવી ગાડી ખરીદતી વખતે કંપની ફિટેડ સીએનજી કિટ લગાવવા પર કોઇ પ્રતિબંધ રહેશે નહીં.

You might also like