ગંગા નદીના કિનારે ન્હાવા જશો કે ફોટો પડાવશો તો થશે ધરપકડ

કાનપુર: ગંગા બેરેજ પર પિકનિક મનાવવા જતા લોકો હવે સાવધાન થઇ જજો. કારણ કે હવે જો તમે ગંગા નદીના કિનારા સુધી જશો તો તેમને સીઆરપીસીની ધારા 151 હેઠળ શાંતિ ભંગના આરોપમાં ધરપકડ કરવામાં આવશે. વ્યવસ્થાપકોએ આ નિર્ણય ગત અઠવાડિયે ગંગા નદીના કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં સાત યુવકોની ગંગા નદીમાં ડૂબવાથી મોત નિપજ્યા હતા.

જિલ્લા પ્રશાસનના આંકડા અનુસાર સપ્ટેમ્બર 2015થી અત્યાર સુધી 24 લોકોના ગંગા નદીના કિનારા પર જવાથી મોત થયું છે.

પ્રશાસન સિંચાઇ વિભાગની મદદથી ગંગા બેરેજ પર આઠથી દસ ફીટ ઉંચી બેરીકેડિંગ પણ બનાવી રહ્યા છે કારણ કે ફોટો પડાવવાના ચક્કરમાં નીચે ઉતરી શકે નહીં.

કાનપુર પોલીસ એશએસપી શલભ માથુરએ જણાવ્યું કે ગંગા બેરેજ પર નદીના કિનારે પોલીસ કર્મી તૈનાત કરવામાં આવી છે. જે પણ વ્યક્તિ ગંગા બેરેજથી નીચે ઉતરીને ફોટો પડાવવા કે ન્હાવા માટે જશે તો તેને સીઆરપીસી ધારા 151 હેઠળ અટકાયત કરવામાં આવશે.

You might also like