પ્રતિબંધ છતાં શહેરમાં ડ્રોનનું થતું વેચાણઃ વેપારીની ધરપકડ

અમદાવાદ: ગુજરાતમાં આઇએસ પોતાનો પગપેસારો કરી રહ્યું છે. તેમના સ્લીપર સેલ પણ એ‌િક્ટવ છે. તેવામાં અમદાવાદ સહિત ગુજરાતમાં કોઇ આંતકી પ્રવૃત્તિઓ ના બને તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. તેવામાં કેટલાક વિસ્તારોમાં કે પછી ભીડભાડવાળી જગ્યાએ આસાનીથી સર્વેલન્સ થઇ શકે તેવાં ઉપકરણો ડ્રોન અને હે‌િલકોપ્ટરના વેચાણ ઉપર શહેર ક‌િમશનરે પ્રતિબંધ મૂક્યો છે. લાલદરવાજા ખાતે આવેલી એક રમકડાંની દુકાનમાં ખુલ્લેઆમ વેચાતાં ડ્રોન તથા હે‌િલકોપ્ટર પોલીસે કબજે કરી વેપારીની ધરપકડ કરી હતી.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર શિવાંનદ ઝાએ તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં હવામાં ઊડતાં ડ્રોન તથા હે‌િલકોપ્ટરના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લખનીય છે કે આવાં ડ્રોન તથા હે‌િલકોપ્ટર મારફતે આસાનીથી જે તે વિસ્તારનું સર્વેલન્સ થઇ શકે છે. ગઇ કાલે ડીસીપી ઝોન-2 સ્કોવોડને બાતમી મળી હતી કે લાલદરવાજા ખાતે આવેલા પાનકોરનાકા પાસે આવેલી રમકડાંની દુકાનોમાં ગેરકાયદે પ્રતિબં‌િધત ડ્રોન અને હે‌િલકોપ્ટર વેચાય છે.

બાતમીના આધારે દરોડા પાડતાં પાનકોરનાકામાં આવેલી ‌િસટી વોલ્ક નામની રમકડાંની દુકાનમાં બે ડ્રોન તથા એક હે‌િલકોપ્ટર મળી આવ્યાં હતાં. રિમોટથી ચાલતાં ડ્રોન અને હે‌િલકોપ્ટર ૪૦ ફૂટ ઊંચે ઊડી શકે તેવી ક્ષમતાવાળાં હતાં. ક‌િમશનરના જાહેરનામાના ભંગ બદલ પ્રતિબં‌િધત રમકડાં વેચવાના ગુનામાં દુકાનના માલિક બશીર ઉર્ફે દીપુ નૂર‌ ‌િમયાં શેખની ધરપકડ કરાઈ છે.

ઝોન-૨નાં ડીસીપી ઉષા રાડાએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલાં ડ્રોન અને હે‌િલકોપ્ટર રમકડાંની વ્યાખ્યામાં નથી આવતાં. તદુપરાંત આ ડ્રોન તથા હે‌િલકોપ્ટરમાં કેટલીક ફ્રીકવન્સી બદલવાથી ૪૦ ફૂટથી ઊંચાઈ કરતાં વધુ ઊડી શકે છે. આ સિવાય કેમેરા આસાનીથી લગાવી શકાય છે.

You might also like