બળવંતસિંહ રાજપૂત વિધાનસભા ચૂંટણી નહીં લડે, તેઓની GIDCનાં ચેરમેન તરીકે વરણી

ગુજરાતઃ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર બળવંતસિંહ રાજપૂત આગામી વિધાનસભાની ચૂંટણી હવે નહીં લડે. બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર બેઠકનાં ધારાસભ્ય હતાં. હાલ ભાજપમાંથી બળવંતસિંહ રાજપૂતને ભાજપે GIDCનાં ચેરમેન બનાવ્યાં છે. ત્યારે બળવંતસિંહ રાજપૂતે આગામી વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.

આગામી સમયમાં હવે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે બળવંતસિંહ રાજપૂતે આ ચૂંટણીમાં લડવાની સ્પષ્ટ ના કહી દીધી છે. અગાઉ તેઓ કોંગ્રેસ તરફથી સિદ્ધપુર બેઠકનાં ધારાસભ્ય હતાં. જો કે તેઓ ભાજપમાં જતાં ભાજપે તેમની GIDCનાં ચેરમેન તરીકે નિમણૂંક કરી દીધી છે.

You might also like