બાલુશાહી

સામગ્રી: ત્રણ કપ મેંદો, પોણો કપ પીગળેલું અને ઠંડું ઘી, અડધો કપ દહીં, પા ટીસ્પૂન સોડા બાયકાર્બ, પા ટીસ્પૂન ઈલાયચી પાઉડર, તળવા માટે શુદ્ધ ઘી, ચાસણી માટે દોઢ કપ ખાંડ, પોણો કપ પાણી, પાંચ ટીપાં લીંબુનો રસ

રીત: સોડા બાયકાર્બ અને મેંદાને સાથે ચાળી લો. એલચી પાઉડર-ઘી મિક્સ કરો. દહીં ઉમેરીને એક જ દિશામાં હલાવીને મિક્સ કરો. કણક બાંધો. જરૃર પડે તો ૧ ટીસ્પૂન જેટલું હૂંફાળું પાણી ઉમેરો. આ કણકને ૧-૨ કલાક માટે ફ્રિઝમાં મૂકી દો. નાના ગોળા વાળો. થોડા દબાવીને ફ્લેટ કરો અને વચ્ચે અંગૂઠાથી સહેજ દબાવો. એક ફ્રાઈંગ પૅનમાં ઘી ગરમ કરો. તૈયાર કરેલી બાલુશાહીની પેટીસ તેમાં મૂકો. બાલુશાહી એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય તેમ તળો. ૧ તારની ચાસણી બનાવી લો. તે માટે ખાંડ, પાણી અને લીંબુના રસનો ઉપયોગ કરો. તળેલી બાલુશાહી પેટીસને ચાસણીમાં ડુબાડો. બાલુશાહીને ચાસણીમાંથી કાઢીને કાણાંવાળી ડિશ પર મૂકો. તેને એકદમ ઠંડી થવા દો અને પછી એરટાઈટ જારમાં ભરી લો.

You might also like