અમેરિકા : બાલ્ટિમોરમાં ફાયરિંગ, 8 લોકો ઘાયલ

બાલ્ટીમોર : અમેરિકાના બાલ્ટિમોરમાં ફાયરિંગ થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. ગોળીબાર ગઇ રાત્રે એવી જગ્યા પર થયું છે જ્યાથી થોડાક જ આગળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં આઠ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણ વર્ષની એક બાળકીનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
બાલ્ટિમોરના પોલીસ ટીમના પ્રવક્તાના ટ્વિટ અનુસાર ગોળીબાર કરી શંકાસ્પદ શખસો ફરાર થઇ ગયા હતા. જેમાં એકની પાસે શૉટગન તેમજ બે અન્ય શખસ પાસે હેન્ડગન હતી. પોલીસે શંકાસ્પદ શખસોની શોધ માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

You might also like