બલુચિસ્તાનમાં એકસાથે ૪૩૪ આતંકીઓનું આત્મસમર્પણ

ક્વેટા: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં ૪૩૩ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ આતંકીઓ બલુચ રિપબ્લિકન આર્મી (બીઆરએ) અને બલુચ લિબરેશન આર્મી (બીએલએ) અને અન્ય અલગતાવાદી જૂથના હતા. તેમના પર બલુચિસ્તાનમાં સુરક્ષાદળો પર હુમલો કરવાનો આરોપ હતો. અત્યાર સુધીમાં ૧પ૦૦ આતંકીઓએ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં છે. અહેવાલો અનુસાર આ આતંકીઓને મુખ્ય ધારામાં સામેલ કરવા બલુચિસ્તાનમાં એક સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સધર્ન કમાન્ડના લેફ. જનરલ આમીર રિયાઝે આ પ્રસંગે જણાવ્યું હતું કે જે આતંકીઓ સામાન્ય જિંદગી જીવવા માગે છે તેમનું સ્વાગત છે.

આ પ્રસંગે બલુચિસ્તાનના મુખ્યપ્રધાન નવાબ સનાઉલ્લાહ જેહરી, લશ્કરના વરિષ્ઠ અધિકારીઓ, પ્રાંતના પ્રધાનો અને અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેહરીએ આ સમારંભને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રાંતીય સરકાર આત્મસમર્પણ કરનાર આતંકીઓને શક્ય તમામ સહાય ઉપલબ્ધ કરશે. તેમણે જણાવ્યું હતું કે આ અમારી રાષ્ટ્રીય અને નૈતિક જવાબદારી છે. જેહરીએ ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી રોને નિશાન બનાવતાં જણાવ્યું હતું કે રો નિર્દોષ લોકોને નિશાન બનાવી રહી છે અને લોકો તેના ‌ઇશારે મોતને ભેટે છે.

http://sambhaavnews.com/

You might also like