બલૂચિસ્તાન અંગે મોદીનાં નિવેદન અંગે યૂરોપ અને અમેરિકા સહયોગ આપે : બલૂચ નેતા

વોશિંગ્ટન : વડાપ્રધાન મોદીનાં સહયોગાત્મક શબ્દોથી પ્રોત્સાહિત બલૂચ નેશનલ મૂવમેન્ટનાં નેતાઓએ પાકિસ્તાનની દમનકારી શાસનની વિરુદ્ધ અમેરિકા અને યૂરોપીય દેશોનું સમર્થન માંગ્યું છે. બલૂચ નેશનલ મૂવમેન્ટનાં અધ્યક્ષ ખલીલ બલૂચે એક વક્તવ્યમાં કહ્યું કે, વિશ્વએ સમજવું જોઇએ કે પાકિસ્તાન દ્વારા ધાર્મિક આતંકવાદની નીતિનો ઓઝાર તરીકે ઉપયોગ કરવાનાં દુરોગામી દુષ્પરિણામ હશે. આતંકવાદને અટકાવવો શક્ય નથી પરંતુ તેને પ્રભાવક રીતે તેને ડામી શકાય છે.

બલૂચે કહ્યું કે આશા રાખીએ કે પાકિસ્તાનનાં કબ્જાનાં 68 વર્ષ દરમિયાન અને પાકિસ્તાનથી આઝાદી માટે થયેલા પાંચ યુદ્ધોમાં બલૂચ રાષ્ટ્રાં માનવતાની વિરુદ્ધ થયેલા ગુનાઓ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં અમેરિકા, યૂરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સાથ આપશે. બલૂચિસ્તાન પર મોદીનાં વલણનું પણ તેમણે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે બલૂચિસ્તાનમાં યુદ્ધ ગુનાઓમાં નરસંહાર અને જાતીય સંહારને નજર અંદાજ કરવાની આંતરરાષ્ટ્રીય સમુદાયોએ જે નીતિ અપનવાની છે તે ચિંતાનજક છે. બલૂચિસ્તાન અંગે ભારતનાંવડાપ્રધાનનું નિવેદન એક સકારાત્મક ફેરફાર છે.

બલૂચિસ્તાન અંગે આપેલા નિવેદન માટે મોદીનો આભાર વ્યક્ત કરતા બલૂચ રિપબ્લિકન પાર્ટીનાં અધ્યક્ષ બ્રહ્મદાગ બુગતીએ નિવેદન આપીને આશા વ્યક્ત કરી કે ભારત સરકાર, ભારતીય મીડિયા અને ભારત દેશનાં ન માત્ર બલૂચ રાષ્ટ્રનાં માટે અવાજ ઉઠાવે પરંતુ આઝાદ બલૂચ અભિયાનમાં પણ મદદ કરશે. બુગતી બલૂચ રાષ્ટ્રવાદી નેતા નવાબ અકબર બુગતીનાં પ્રપૌત્ર છે. નવાબનું પાકિસ્તાની સેના સાથે ધર્ષણ દરમિયાન મોત નિપજ્યું હતું.

You might also like