બલૂચ નેતા બ્રહ્મદાગ બુગતીને ભારતમાં મળી શકે છે શરણ

નવી દિલ્હી : ભારત – પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બલૂચ નેતા બ્રહ્મદાગ બુગતીને સુરક્ષા એજન્સીઓ પાસે શરણ માટે લીલી ઝંડી મળી શકે છે. નોંધનીય છે કે બુગતીએ ભારતમાં રાજનીતિક શરણ માટે અપીલ કરી છે. આ અંગે આઇબી, ગૃહમંત્રાલયનો પણ તેણે સંપર્ક સાધ્યો હતો.

બીજી તરફ બુગતીને શરણ આપવા અંગે ભારતીય તપાસ એજન્સી રોએ કોઇ વિરોધ નોંધાવ્યો નથી. ગૃહમંત્રાલય અને રો વચ્ચે બુગતીને શરણ આપવા અંગે અંતિમ વાતચીત ચાલી રહી છે. સુત્રો અનુસાર ત્યાર બાદ ગૃહમંત્રાલય બુગતીના શરણની અપીલ પર અંતિમ નિર્ણય લેશે. સરકારી સુત્રો અનુસાર બલુચ નેતા બુગતીને ભારતમાં શરણ આપવા માટે ડિપ્લોમેટિક અને પોલિટિકલ સંશોધન કરવું પડશે, કારણ કે ભારત પાસે બલુચ નેતાઓને શરણ આપવાની કોઇ શરણ નીતિ નથી.

આ અંગે ગૃહમંત્રાલયે વડાપ્રધાન કાર્યાલય સાથે પણ સતત સંપર્કમાં છે. યોગ્ય વિચારણા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. સુત્રો અનુસાર અંતિમ નિર્ણય લેતા પહેલા કેબિનેટમાં આ પ્રસ્તાવને પાસ કરાવી શકાય છે. નોંધનીય છે કે બુગતીએ આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પાસે રાજનીતિક શરણની માંગ કરી હતી.

You might also like