પાકિસ્તાની અત્યાચારની વિરુદ્ધ બલૂચિસ્તાને માંગી PM મોદી પાસે મદદ

ઇસ્લામાબાદ : વડાપ્રધાન મોદી અને ભારત દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને બલૂચિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવાયા બાદ હવે બલૂચિસ્તાનનાં લોકોએ પણ મોદી પાસે મદદ માંગી છે. બલૂચિસ્તાનનાં કાર્યકર્તાઓએ શનિવારે કહ્યું કે આ પગલા માટે તેઓ મોદીનો આભાર માને છે. તેમણે મોદીને અપીલ કરતા કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં અત્યાચારનો મુદ્દો ઉઠાવે.
બલૂચ કાર્યકર્તા નાયલા બલુચે કહ્યું કે બલૂચિસ્તાનનાં લોકો પરેશાન છે. તેમનાં પર દમન ગુજારાઇ રહ્યું છે. અમને આશા છે કે તમે (મોદી) સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રનાં સત્ર દરમિયાન આ મુદ્દાને ઉઠાવશો. અમે તમારી સાથે છીએ અને બલૂચિસ્તાન, બલ્તિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં લોકો તમારા સમર્થન માટે આભાર વ્યક્ત કરે છે.
વધારે એખ બલૂચ કાર્યકર્તા હમાલ હૈદર બલૂચે કહ્યું કે, બલૂચિસ્તાનનાં આઝાદીની લડાઇમાં સમર્થન આપવા માટે અમે વડાપ્રધાન મોદીનાં નિવેદનનું સમર્થન કરીએ છીએ. એવું પહેલીવાર થયું છે જ્યારે કોઇ ભારતીય વડાપ્રધાને બલૂચ લોકોને સમર્થન આપ્યું છે અથવા તો તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. આ ખુબ જ મહત્વપુર્ણ નિર્ણય છે.
બલૂચે ધારેમાં જણાવ્યું કે બલૂચિસ્તાનનાં લોકો ભારતની સાથે સંયુક્ત હિત શેર કરે છે. અમે સેક્યુલર લોકો છીએ અને લોકશાહીનાં મુલ્યોમાં ભરોસો ધરાવીએ છીએ. પાકિસ્તાને ક્યારે પણ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન નથી કર્યું. તેઓ સતત બલુચ લોકો પર દમન ગુજારી રહ્યા છે અને તેની હત્યા કરી રહ્યા છે. વિશ્વને અપીલ છે કે આ જ સાચો સમય છે તેઓ સામે આવે અને અમારૂ સમર્થન કરે. પાકિસ્તાન સિંધી રાજનૈતિક કાર્યકર્તાઓની નિર્મમ હત્યાઓ કરી રહ્યું છે અને ધાર્મિક સમુદાયોને સપોર્ટ કરી રહ્યું છે જે દુનિયા માટે ખતરનાક છે.

You might also like