સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય વિસ્તારમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. આધિકારીક સૂત્રો દ્વારા આ અંગે જાણકારી મળી છે.

આ અત્યાધૂનિક મિસાઇલનું અહી આવેલ ચાંદીપુર સમન્વિત પરીક્ષણ રેન્જ (આઇટીઆર)થી બપોરે 1 વાગ્યા અને 35 મિનિટ પર પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલ રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ વિકસિત કરી છે. આ મિસાઇલને મોબાઇલ લોન્ચરથી પણ છોડી શકાય છે.

એક મળતાં અહેવાલ મુજબ આ દરેક વાતાવરણમાં, દરેક ક્ષેત્રમાં અત્યધિક સટીક અને સહયોગી યુક્તિની હથિયાર પ્રણાલી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મિસાઇલના પરીક્ષણ પહેલા ચાંદીપુર સ્થિત લોન્ચ પેડ સંખ્યા 3ના બે કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા 4,494 લોકોને થોડા સમય માટે ત્યાંથી બીજી જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા.

જિલ્લા મહેસૂલ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાને ધ્યાનમાં લઇને પાંચ ગામના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જો કે પરીક્ષણ બાદ તુરંત આઇટીઆર અધિકારીઓના મંજૂરી બાદ તેમને પરત બોલાવી લેવામાં આવ્યા હતા.

You might also like