કોહલીનો શાનદાર કેચ બોલ બોય આયુષે પકડ્યો

મુંબઈ: વિરાટ કોહલીએ તેની કારકિર્દીની ૨૦૦મી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભલે શાનદાર સદી ફટકારી હોય, પરંતુ તે જ્યારે ૪૭ રને રમતો હતો ત્યારે મુંબઈની અંડર-૧૪ની ટીમના ઓલરાઉન્ડર આયુષ ઝિમરેએ બોલ બોય તરીકે બાઉન્ડરીની બહાર કોહલીનો શાનદાર કેચ એક હાથે ઝડપી લીધો હતો. કોહલીએ એડમ મિલનેની ઓવરમાં આ શોર્ટ ફટકાર્યો હતો. ન્યૂઝીલેન્ડના ફિલ્ડર કોલીન મનરોના હાથમાં આ કેચ આવી શકે તેમ ન હતો, પરંતુ આયુષે એક હાથે આ કેચ પકડીને બધાંનું ધ્યાન ખેંચ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આયુષે છેલ્લી સિઝનમાં મુંબઈ તરફથી ૧૯ વિકેટ ઝડપી હતી. તેની અંડર-૧૬ ટીમમાં પસંદગી થાય તેવી પ્રબળ શક્યતા છે. બોલ બોલ તરીકે તે બીજી વખત ફરજ બજાવી રહ્યો હતો. આયુષે જણાવ્યું હતું કે ઘણા સમયથી મારી દિશામાં બોલ આવતો જ ન હતો. આથી હું કંટાળી ગયો હતો. કોહલીએ શોર્ટ ફટકાર્યો ત્યારે હું દોડીને બોલની દિશામાં ગયો હતો. અચાનક જ આવો દુર્લભ કેચ મારાથી થઈ ગયો હતો. કોહલીએ પણ આયુષનાં વખાણ કરતાં તેને બિરદાવ્યો હતો. ન્યૂઝીલેન્ડના કોલિન મનરો અને સપોર્ટ સ્ટાફ ઉપરાંત દર્શકોએ પણ આયુષને વધાવી લીધો હતો.

You might also like