બાલિકા વધૂ ફેમ અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જીએ કરી આત્મહત્યા

નવી દિલ્હી : ચર્ચિત ટીવી સીરિયલ બાલિકા વધુમાં આનંદીનુ પાત્ર ભજવનારી અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જીએ આત્મહત્યા કરી લીધી છે. તેણે પોતાનાં ઘરે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મુંબઇનાં કાંદિવલી ખાતેના તેના ફ્લેટમાં તેનું શબ પંખા સાથે લટકતુ મળી આવ્યું હતું. તેમને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમા લાવવામાં આવ્યું હતું. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પ્રત્યૂષાની આત્મહત્યાનાં સમાચાર બાદ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.

પોલીસ તપાસ કરી રહી છે. જો કે પોલીસને ઘરમાંથી સુસાઇડ નોટ નથી મળી આવી. પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. અત્યાર સુધી પ્રત્યૂષાનાં પરિવાર તરફથી કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પ્રત્યુષા મુળભૂત જમશેદપુરની રહેવાસી છે. પ્રત્યુષા હમ હૈ ન સસુરાલ સિમર કા જેવી ઘણી પ્રખ્યાત ટીવી સીરિયલમાં કામ કરી ચુકી છે. તેણે રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો.

You might also like