ભારતીય યુગલોમાં હનીમૂન માટે સૌથી ફેવરિટ બાલી

ખૂબ ઝડપથી ભારતમાં હનીમૂન ટ્રાવેલનું પ્રમાણ વિકસી રહ્યું છે અને હાલના યુવાનો માટે ઈન્ડોનેશિયાનું બાલી સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન છે. ભારતીય યુગલો બાલી પછી માલદિવ્ઝ અને થાઈલેન્ડને હનીમૂન-ડેસ્ટિનેશન તરીકે પસંદ કરે છે. એવું લાગે છે કે ભારતીય કપલોને એવા દેશો વધુ માફક આવે છે જ્યાં બીચની સુંદરતા અદ્ભુત છે અને જ્યાં વિઝા ઓન અરાવલનો ઓપ્શન ઉપલબ્ધ છે. ભારતમાં હનીમૂનનું પ્લાનિંગ લગભગ છ મહિના પહાલંથી કરવામાં આવે છે. એક ઓનલાઈન ટ્રાવેલિંગ પોર્ટલ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં હનીમૂનર્સમાં બાલીનો નંબર સૌથી પહેલો આવ્યો છે. આ સર્વેમાં જાન્યુઆરીથી જુલાઈ મહિના દરમિયાન કસ્મટર્સ દ્વારા મળેલી હનીમૂન-પેકેજની ઈન્કવાયરીના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

You might also like