ના હોય, આ મંદિરમાં ઉતારાય છે પ્રેમનું ભૂત!

પોતાના પ્રેમની સલામતી માટે લોકો મંદિર જાય છે. પરંતુ એક મંદિર એવું છે કે જ્યાં પ્રેમનું ભૂત ઉતારવામાં આવે છે. અહીં ભગવાન પ્રેમ કરનારા લોકોના માથા પરથી પ્રેમનું ભૂત ઉતારે છે. ઉત્તર પ્રદેશના સહારનપુમાં હનુમાન મંદિર આવેલ છે. જ્યાં પ્રેમીઓનું ભૂત ઉતારવામાં આવે છે. તેથી જ અહીં પ્રેમી જોડા ભૂલથી પણ પગ મૂકતા નથી. આ મંદિરમાં લોકોના પ્રેમનો ઇલાજ કરવામાં આવે છે.

આઠ વર્ષ પહેલાં બાલાજીની રીતે તૈયાર કરવામાં આવેલા આ મંદિરમાં લોકો દૂર દૂરથી પોતાના પરિવાજનોના માથે ચઢેલા પ્રેમને ઉતરાવવા આવે છે. તેના માટે ખાસ પૂજા કરવામાં આવે છે. દર શનિવારે અને મંગળવારે ખાસ પૂજા અને અનુષ્ઠાન બાદ પૂજારી પરિવારજનોને ખાસ ઉપાય બતાવે છે.

કહેવામાં આવે છે કે પૂજારી દ્વારા જણાવવામાં આવેલા ઉપાયથી પ્રેમના માથેથી પ્રેમનું ભૂત ઉતરી જાય છે. એટલે જ પ્રેમી જોડા અહીં આવતા પહેલાં ગભરાય છે.

home

You might also like