બાજરા રબડી

સામગ્રીઃ

1 કપ બાજરી

1 કપ ઘઉં

1 કપ ચણાની દાળ

4 કપ છાશ

1 કપ બાજરીનો લોટ

મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં બાજરી, ઘઉં અને ચણા દાળને પાણીમાં પલાડીને આખી રાત રહેવા દો. હવે એક મોટા પહોળા વાસણમાં છાશ અને બાજરીનો લોટમાં મીંઠુ એડ કરીને તેને મધ્યમ આંચ પર ગેસ પર મૂકો અને સતત હલાવતા રહો. હવે જ્યારે તે ઉકળવા લાગે એટલે તેમાં બાજરી, ઘઉં અને ચણાદાળ અઘકચરી પીસેને મિશ્રણમાં એડ કરો. પાંચ મિનિટ સુધી ચડવા દો. પછી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તમારી રાજસ્થાની બાજરા રબડી.

You might also like