બાજરાનો હલવો

સામગ્રી

1 કપ બાજરીનો લોટ

100 ગ્રામ ઘી

100 ગ્રામ ગોળ

½ ચમચી ઇલાયચી પાવડર

5-6 બદામની કતરણ

¼ કપ પાણી

બનાવવાની રીતઃ  સૌથી પહેલા લોટને ચાળી લો. મધ્યમ આંચ પર એક કડાઇમાં ઘી ગરમ કરીને રાખો. જ્યારે ઘી પીગળવા લાગે તો તેમાં લોટ એડ કરીને તે બ્રાઉન કલરનો થાય અથવા તો શેકવાની સુંગધ આવે ત્યાં સુધી રહેવા દો. હવે અન્ય એક પેનમાં પાણી એડ કરીને તેમાં ગોળ નાખીને તેને ગરમ કરો. જ્યારે ગોળ ઓગળી જાય તો તેમાં ઇલાયચી એડ કરો. ગોળના પાણીને લોટમાં ધીમે ધીમે એડ કરો. સાથે સતત હલાવતા રહો. જ્યારે હલવો તૈયાર થઇ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો અને બદામની કતરણથી ગાર્નિશ કરો.

home

You might also like