ભારતમાં ટુંક સમયમાં લોન્ચ થશે બજાજની ક્વોડ્રિસાઈકલ ‘ક્યૂટ’…..

છેલ્લા 6 સુધી કોર્ટના વિવાદોમાં રહ્યા બાદ ફાઈનલી બજાજની ક્વોડ્રિસાઈકલ ‘ક્યૂટ’ ભારતમાં લોન્ચ થઈ શકે છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ પાસેથી આ ક્વોડ્રિસાઈકલને કોમર્શિયલ વપરાશ માટે મંજુરી મળી ગઈ છે. કહેવાય છે કે આ મામલે મિનિસ્ટ્રી 9 જૂન 2018 એક નોટિફિકેશન જાહેર કરી શકે છે.

ક્વોડ્રિસાઈકલ એક 4 વ્હીલ્સ વાળી માઈક્રોકાર હોય છે જેનું વજન, પાવર અને સ્પીડ ઘણી સીમિત હોય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે આ ઓટોરિક્ષાનું 4 પૈડાનું વર્ઝન છે. જે અંદરથી કાર જેવું હોય છે અને 4 પેસેન્જર આરામથી સફર કરી શકે છે.

બજાજે 2012ના ઓટો એક્સપોમાં સૌથી પહેલા તેને RE60 કોન્સેપ્ટ તરીકે રજુ કરી હતી. બજાજ CUTE માં 215 સીસીનું પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યુ છે જે 13 પીએસનો પાવર જનરેટ કરે છે અને તેની ટોપ સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક છે. કહેવામાં આવે છે કે બજાજ તેનું સીએનજી વેરિયંટ પમ બજારમાં રજુ કરશે. કંપનીનો દાવો છે કે આ ક્વોડ્રિસાઈકલ 36 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેડ આપશે. જેની કિંમત 1.5 થી 2 લાખ વચ્ચે હશે. કહેવામાં આવે છે કે મંજુરી બાદ આ ઓટોરિક્ષાની જેમ કોમર્શિયલ યુઝ માટે ઈન્ડિયન માર્કેટમાં ઉતારવામાં આવશે.

You might also like