મધ્યમવર્ગ માટે સારા સમાચારઃ નેનો જેવી જ સસ્તી કાર લૉન્ચ કરશે બજાજ, જાણો ફીચર્સ

પાંચ વર્ષના લાંબા ગાળા બાદ બજાજે પોતાની કાર લૉન્ચ કરવાનો નિર્ણય લઈ લીધો છે, જેને વાહન વ્યવહાર મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. ટાટા નેનોને ટક્કર આપવા માટે બજાજે ખાસ ‘Qute’ કાર ડિઝાઈન કરી છે.

આ કારની કિંમત નેનોની હતી તેટલી અથવા તેની આસપાસ જ રાખવામાં આવશે. જો કે જાણવા મળી રહ્યું છે કે આ કારની કિંમત માત્ર 1.28 લાખ જ રાખવામાં આવશે. નાણાકીય વર્ષ 2017-18 સમાપ્ત થાય તે પહેલા બજાજની આ કારને લૉન્ચ કરવામાં આવશે. બજાજ ‘Qute’ ને મંત્રાલયે વ્હીકલની કેટેગરીમાં સ્થાન આપી દીધું છે.

બજાજ કંપનીએ ઑટો એક્સ્પો 2012માં આ કારને રજૂ કરી હતી. તે સમયે આ કારનું નામ RE 60 રાખવામાં આવ્યું હતું. જો કે કંપનીએ આ ગાડીને કાર ન કહેતા ક્વૉડ્રિસાઈકલ નામ આપ્યું હતું, જેને બાદમાં બદલીને Qute કરી દેવામાં આવ્યું છે.

જાણો કારની ફીચર્સઃ
કંપનીના જણાવ્યા પ્રમાણે આ કારની ખાસિયત એ છે કે, આ કાર 32 કિમી પ્રતિ લિટર સુધી માઈલેજ આપી શકે છે.
કારમાં ઑટોમેટિક ગિયર પણ આપેલ છે.
બજાજ ક્યૂટમાં 216.6 સીસીનું પેટ્રોલ એન્જિન છે, જે સીએનજી અને એલપીજી બંનેમાં વાપરી શકાશે.
આ કારમાં 13.2 પીએસની તાકાત છે. કારની વધુમાં વધુ સ્પીડ 70 કિમી પ્રતિ કલાકની રહેશે અને તેમાં પાંચ ગિયર રહેશે.
કારની લંબાઈ 2,752 એમએમ છે.
બજાજ તેને તુર્કી, શ્રીલંકા, પેરુ, કેન્યા સહિતના દેશોમાં એક્સપોર્ટ કરશે.

You might also like