Bajaj નવી Avenger નવા ફિચર્સ સાથે થઇ લોન્ચ

મુંબઇના એક કાર્યક્રમમાં બજાજ ઓટોએ 2018 રેન્જ ના પોતાના બાઇક રજૂ કર્યા. ડિસપ્લે સિવાય પૂણા બેસ્ડ આ ઓટોમેકરે 2018 ડીસ્કવર 110 અને ડીસ્કવર 125 ને પણ લોન્ચ કર્યા. 2018ના આ તમામ મોડલ સિવાય Bajaj Avenger ની સૌથી વધુ રાહ જોવામાં આવી રહી હતી. 2018 Bajaj Avenger Street 220 ના જૂના મોડલની સરખામણી કરતા વધુ અપડેટ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

આ નવી બાઇકના ફ્રન્ટમાં નવા હેન્ડલેમ્પ અને રિયરમાં ફ્રેશ ટેલ લેમ્પ આપવામાં આવ્યાં છે. 2018 Bajaj Avenger Street 220 અને Cruise 220 માં ડિજીટલ ઇન્સ્ટુમેન્ટ કલ્સ્ટર અને નવા ટેક્સચરવાળી સીટ આપવામાં આવી છે. તેની સિવાય 2018 Bajaj Dominar 400ની વાત કરીએ તો ત્રણ નવા કલર સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે.

નવા 2018 મોડલમાં અલોઇ વ્હીલ્સ પર ગોલ્ડન કલર છે, તેની સાથે વ્હીકલ પર મેટ પેન્ટ સ્કિમ રાખવામાં આવી છે. મિકેનકલ હેઠળ આ બાઇકમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.

બજાજે આ કાર્યક્રમમાં બે નવા બાઇકસ Discover 110 અને Discover 125 ને લોન્ચ કર્યું. આ બંને બાઇકની કિંમત અનુક્રમે 50,176 રૂપિયા અને 53,171 રૂપિયા (એક્સ – શો રૂમ, દિલ્હી) રાખવામાં આવી છે.

You might also like