ડિસ્કવર રેન્જની બાઇક્સને અપડેટ કરી Bajaj કરશે રજૂ…

બજાજ ઓટો કંપનીએ ડિસ્કવર રેન્જની બાઇકસને અપડેટ કરી રજૂ કરી છે. આ અગાઉ બજાજ કંપનીએ પલ્સર સીરીઝની બાઇકને પણ અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બજાજ ડિસ્કવર 125 બાઇકમાં થોડા કોસ્મેટિક ફેરફાર કરશે તો ડિસ્કવરમાં નવું 110 સીસી મોડલ પણ લોન્ચ કરશે. ઇન્ટરનેટ પર આ નવા મોડલનો ફોટો પણ સામે આવી ગયો છે.

કમ્પ્યૂટર સેગમેન્ટ પર ભાર મુકતા બજાજ લોકપ્રિય બાઇક ડિસ્કવરનું નવું 110 સીસી મોડલ લાવી રહી છે. આ બાઇકને કંપની બજાજ પ્લેટિના કરતા આગળ કરવા ઇચ્છી રહી છે. ભારતીય માર્કેટમાં આ મોડલની સ્પર્ધા ટીવીએસના વિકટર, હોન્ડા ડ્રીમ સીરીઝની બાઇક અને હીરો પેશન પ્રો વગેરે બાઇક સાથે જોવા મળશે.

એક મળતા અહેવાલ મુજબ ડિસ્કવરનું નવુ 110 સીસી મોડલ ક્રેડલ ફ્રેમની જગ્યાએ ડાયમંડ સિંગલ ડાઉનટયૂબ ફ્રેમ પર બનાવામાં આવ્યું છે. નવા ડિસ્કવર 110 પર એવરેજ સારી આવવાની આશા છે. આમા નવા ડેકલ્સ પણ લગાવામાં આવ્યાં છે. બ્લેક અલોય વીલ્જ, એન્જીન અને ફ્રન્ટ ફોકર્સવાળી આ બાઇકના ટાયરમાં ડિસ્ક બ્રેક નહી હોય. ઇન્સ્ટુમેન્ટ કલસ્ટર ડિજિટલ અને એનલોગ છે.

110 સીસીનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન હશે જો કે 8.5 બીએચપીનો પાવર અને 9 ન્યૂટન મીટર કા ટોર્ક જનરેટ કરશે. બજાજ ડિસ્કવરનો 110 સીસી મોડલની અનુમાનિત એક્સ શોરૂમ કિંમત 48,000 રૂપિયા છે. જ્યારે ડિસ્કવર 125 સીસી મોડલની કિંમત 55,000 રૂપિયા હશે. આ બંને બાઇકને જલ્દી લોન્ચ કરવામાં આવશે.

You might also like