બે ખાસ કલર ઓપ્શનમાં આવી Avenger Street

નવી દિલ્હી: ગત વર્ષે સ્વદેશી કંપની બજાજ ઓટોએ Avenger સીરીઝની નવી બાઇક્સ- Avenger 220 ક્રૂઝ, 220 સ્ટ્રીટ અને 150 સ્ટ્રીટ લોન્ચ કરી હતી. નવા લુક્સની સાથે લોન્ચ કરવામાં આવેલી બાઇક્સ યંગસ્ટર્સને આકર્ષવવામાં સફળ રહી છે.

બજાજ ઓટોએ Avenger Street સીરીજની બાઇક્સને નવા કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે. Avenger Street 150 હવે નવા કોસ્મિક રેડ શેડમાં પણ મળશે. જેની કિંમત 75,500 રૂપિયા છે. સાથે Avenger Street 200 હવે મેટ વાઇલ્ડ શેડ કલરમાં મળશે અને તેની કિંમત 85,497 રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) છે.

નવા કલર રેંજ વિશે જણાવતં બજાજ મોટરસાઇકલ બિઝનેસના પ્રેસિડેન્ટ એરિક વાસે કહ્યું કે ‘એવેઝર વર્લ્ડ ક્લાસ સ્ટાઇલિંગ અને કમ્ફર્ટ માટે જાણીતિ છે. બે ખાસ કલર વેરિએન્ટ કલર લોન્ચિંગ સાથે સ્ટાઇલના મામલે મોટરસાઇકલ ઇન્ડસ્ટ્રીમાં નવા લેવલ પર જશે.

ખાસ ફિચર્સ
Avenger 220 ક્રોમ હાઇલાઇટ્સની સાથે આવે છે જેને પહેલાંથી જ સારી કરવા માટે તેમાં એડિએડર, રિડિઝાઇન્ડ સાઇડ ગ્રૈબ્સ, સ્ટાઇડલાઇઝ્ડ સાઇલેંસર અને બિલકુલ નવી રીતે હેંડલબાર આપવામાં આવશે. આ બધુ નવા ફિચર્સ તેને ઇન્ટરનેશનલ ક્રૂઝ બાઇકનો લુક આપે છે. આ બાઇકમાં કંફર્ટેબલ પૈડેડ બૈકરેસ્ટ અને એક ઓપ્શનલ વિંડશીલ્ડ પણ આપવામાં આવ્યો છે જે તેને હાઇવે પર પણ આરામદાયક બનાવે છે.

You might also like