જૈનાચાર્ય સામે બિનજામીનપાત્ર વોરંટ મામલે ૨૩મીઅે સુનાવણી

અમદાવાદ: બોગસ ગેજેટ બનાવવાના મામલે મેટ્રોપોલિટિન કોર્ટમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરિશ્વરજી હાજર ન રહેતાં તેમની વિરુદ્ધમાં બિનજામીન પાત્ર વોંરટ ઇસ્યુ કરવા માટેની અરજી થઇ હતી. જેની સુનાવણી 23મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. આ કેસને રોજેરોજ ચલાવીને 31મી જાન્યુઆરી સુધીમાં તેનો નિકાલ લાવવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો છે.

2010માં મેટ્રોપોલિટિન કોર્ટમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરિશ્વરજી, ડોક્ટર રમેશ વોરા, હીરાના વેપારી હિમાંશુ રાજા, બિલ્ડર ભરત શાહ, શાંતિલાલ ઝવેરી, હીરાના વેપારી ચેતન મહેતા વિરુદ્ધમાં કેન્દ્ર સરકારનું ખોટું ગેઝેટ બતાવીને જૈન સમાજમાં ખોટી માહિતી રજૂ કરી હોવાની ફરિયાદ જસ્મિન શાહે કરી હતી. આ કેસને રોજેરોજ ચલાવીને 31મી જાન્યુઆરી સુધીમાં તેનો નિકાલ કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે.

જૈનાચાર્ય કીર્તિયશસૂરિશ્વરજી મહારાજ કોર્ટમાં હાજર ન રહેતાં મેટ્રો કોર્ટે તેમના વિરુદ્ધમાં બે વખત જામીનપાત્ર વોરટ ઇસ્યુ કર્યું હતું તેમ છંતાય તેઓ હાજર ન થતાં ફરિયાદી જસ્મિન શાહના વકીલ નીતિન ગાંધીએ બિનજામીન પાત્ર વોંરટ ઇસ્યુ કરવા માટે મેટ્રોપોલિટિન કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી ઉપર સુનવણી 23મી નવેમ્બરના ઉપર મુલતવી રાખી છે.

દરમિયાનમાં જૈનાચાર્ય તથા અન્ય આરોપીઓ વતી લડી રહેલા વકીલ મધુકર ડગલી તેમના પરિવાર સાથે પશ્વિમ બંગાળમાં ફરવા માટે ગયા છે જ્યા બે દિવસ પહેલા રોંગસાઇડમાં પુરઝડપે પસાર થઇ રહેલી ટ્રકે તેમની કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો છે આ ઘટનામાં મધુકર ડગલીને ગંભીર ઇજાઓ પહોંચી છે.

You might also like