Categories: Gujarat

બેઇલ કંપનીમાં ગેસ લિકેજ : ૨ મોત

અંકલેશ્વર : અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ બેઇલ કંપનીમાં ટેન્કરમાંથી રસાયણ ખાલી કરતી વેળાએ ૬ જેટલા કામદારોને ગેસની અસર પહોંચતા કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. ૬ કામદારોમાંથી ૨ કામદારોનું ઝેરી ગેસ લાગવાના કારણે કરૂણ મોત નીપજયા હતાં, જયારે અન્ય ચાર કામદારોની હાલત નાજુક જણાતા તેઓને સારવાર હેઠળ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે કંપની કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

તો બીજી તરફ મૃતકોના પરિવારજનોને બનાવ અંગેની જાણ થતાં તેઓના પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં બેઇલ કંપની કાર્યરત છે, બેઇલ કંપની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની અને અન્ય ઔદ્યોગિક વસાહતની કંપનીઓનો ઘન કચરો અને કેમિકલયુક્ત કચરો ઇન્ફીનેટરમાં નાશ કરવાની કામગીરી કરે છે. સોમવારના રોજ ટેન્કરમાંથી રસાયણ અન્ય ટેન્કમાં ખાલી કરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન કોઇ કારણસર ઝેરી ગેસ લિકેજ થતાં કંપનીમાં દોડધામ મચી ગઇ હતી.

રસાયણ ખાલી કરી રહેલ ૬ જેટલા કામદારોને આ ગેસની અસર પહોંચી હતી. જેમાં ૨૫ વર્ષીય ભુપેન્દ્ર બારટ અને ૨૫ વર્ષીય રતિલાલ રાવતનું ઝેરી ગેસના કારણે મોત નીપજયું હતું. જયારે ૨૦ વર્ષીય કામદાર ઇમ્તિયાઝ ૨૦ વર્ષીય છોટુ મોરમો અને ૩૦ વર્ષીય હનુમાન ઉપરાંત રાજેશ સોલંકીને પણ ગેસની અસર પહોંચતા તેઓનો શ્વાસ રૃંધાતા તેઓને પણ સારવાર હેઠળ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગે કંપની સંચાલકો અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેનો ગુનો નોંધી કાયદાકીય તપાસ હાથ ધરી હતી. મૃતકોના પરિવારજનોને બનાવ અંગેની જાણ થતાં તેઓના પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. જયારે કંપનીના અન્ય કામદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Navin Sharma

Recent Posts

પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ…

18 hours ago

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

21 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

21 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

21 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

21 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

21 hours ago