‘બાહુબલિ’ દુનિયાની ‘સાતમી અજાયબી’, રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: અામ તો દુનિયામાં પહેલાંથી જ સાત અજાયબીઅો છે, પરંતુ જ્યારે કોઈ અદ્ભુત કામ કરે છે ત્યારે તેને દુનિયાની અાઠમી અજાયબી તરીકે અોળખાય છે, પરંતુ ભારતીય સિનેમાની તાજેતરની સૌથી લોકપ્રિય ફિલ્મ બાહુબ‌િલના બીજા ભાગે એક ઇતિહાસ રચી દીધો છે.

અેસ.એસ. રાજામૌલી નિર્દેશિત ફિલ્મ ‘બાહુબ‌િલઃ ધ કન્ક્લુઝન’ના વીડિયો (ટ્રેલર)અે ૨૪ કલાકની અંદર જ જોવાયાનો નવો રેકોર્ડ બનાવી લીધો છે. દુનિયાભરમાં કોઈ પણ વીડિયોને ૨૪ કલાકની અંદર જોવામાં બાહુબ‌િલનું ટ્રેલર સાતમા નંબર પર પહોંચી ગયું છે. બાહુબ‌િલઅે ૬૫ મિલિયન અેટલે કે સાડા છ કરોડનો અાંકડો પહેલાં જ પાર કરી લીધો હતો અને અા ટ્રેલરે હવે યુ-ટ્યૂબમાં ૧૩મા સ્થાનથી જમ્પ કરીને સાતમો નંબર મેળવી લીધો છે.

ભારતીય સિનેમાના ઇતિહાસમાં પોતાના પહેલા જ ભાગથી લોકપ્રિયતા અને કમાણીના મેદાનમાં નવા રેકોર્ડ તોડનાર બાહુબ‌િલનો બીજો ભાગ ૨૮ અેપ્રિલે રિલીઝ થશે. અા ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાટી, તમન્ના, અનુષ્કા શેટ્ટી અને સત્યરાજ કામ કરી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like