‘બાહુબલિ-૨’ને કરોડોની કમાણી છતાં ભારે નુકસાન

નવી દિલ્હી: ‘બાહુબલિ-૨’ની રિલીઝને ૧૦ દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે અને અા ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. માત્ર દેશમાં નહીં, પરંતુ દુનિયાભરમાં અા ફિલ્મને ખૂબ જ પસંદ કરાઈ રહી છે. અા જ કારણ છે કે અા ફિલ્મે અત્યાર સુધી ૧૦૦૦ કરોડની કમાણી કરી લીધી છે, પરંતુ એક બાજુ અા ફિલ્મની સફળતા અને કમાણીના અાંકડાથી લોકો પ્રભાવિત થયા છે તો બીજી તરફ એ પણ શક્ય છે કે અા ફિલ્મ અાટલી કમાણી છતાં પણ નુકસાન ઉઠાવી રહી છે.

બાહુબલિને નુકસાન પહોંચવાનું કારણ પાઇરસી છે. તામિલ ફિલ્મ પ્રોડ્યૂસર કાઉન્સિલના નવા પ્રેસિડેન્ટ અને એક્ટર વિશાલે અેક પાઇરસી વેબસાઈટ વિરુદ્ધ બાહુબલિનું પાઈરેટેડ વર્ઝન ઘણી બીજી સાઈટ પર અપલોડ કરવાની ફરિયાદ કરી છે. ફિલ્મ પ્રોડ્યૂસરના અેક પ્રતિનિધિમંડળે અાવા ઇન્ટરનેટ માફિયાને કન્ટ્રોલમાં કરવાની વાત કરી છે. અા સભ્યોનું કહેવું છે કે પાઇરસીના કારણે બાહુબલિ-૨ના નિર્માતાઅોને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે.

તામિલ ફિલ્મ પ્રોડ્યૂસર કાઉન્સિલના મેમ્બર્સે માગણી કરી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને થઈ રહેલા સતત નુકસાનને જોતાં ગેરકાયદે ચાલી રહેલી પાઇરેટેડ ફિલ્મ બતાવનારી અા વેબસાઈટ બંધ કરવી જોઈઅે, સાથે-સાથે અા ચલાવનાર વ્યક્તિ પર કેસ પણ દાખલ થવો જોઈઅે. પાઇરસી ફિલ્મો માટે એક મોટી સમસ્યા છે અને તેના કારણે ઘણી વાર ફિલ્મોને નુકસાન પહોંચતું હોય છે.
http://sambhaavnews.com/

You might also like