‘બાહુબલી 2’: કટ્ટપાએ તોડ્યું મૌન, જણાવ્યું બાહુબલીને કેમ માર્યો!

2015ની સૌથી જોરદાર ફિલ્મોમાંથી એક ‘બાહુબલી’ નો સૌથી મોટો પ્રશ્ન ‘કટ્ટપાને બાહુબલી કો ક્યો મારા’ નો જવાહ ખુદ કટ્ટપાએ આપ્યો છે. કટ્ટપાનું પાત્ર નિભાવનાર અભિનેતા સત્યારાજએ કહ્યું કે એમને ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવે છે પરંતુ એનાથી એ ઇરિટેટ થતા નથી. એમણે કહ્યું પૂરી દુનિયા મને પૂછી રહી છે કે કટ્ટપાને બાહુબલી કો ક્યો મારા.

ઇન્ટરનેટ મેમ્સનો સ્ટાર બની ચૂકેલા કટ્ટપ્પા પર ઘણા જોક્સ બની ચૂક્યા છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં સત્યારાજને ફરીથી પૂછવામાં આવ્યું કે ‘કટ્ટપાને બાહુબલી કો ક્યો મારા’. લાગે છે કે સત્યારાજ આ પ્રશ્નોનો જવાબ આપવાના મૂડમાં હતા. એમને એવો જવાબ આપ્યો કે પહેલા આપણે સાંભળ્યો નહતો.

અભિનેતાએ કહ્યું કારણ કે મારા નિર્દેશકએ મને આવું કરવા માટે કહ્યું હતું. ગત વર્ષે પણ વીડિયોમાં જ્યારે રાજમોલીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એમણે કહ્યું હતું કે કટ્ટપ્પાએ બાહુબલીને એટલા માટે માર્યો કારણ કે મેં એને કહ્યું હતું.

સત્યારાજે કહ્યું આખી દુનિયા મને પૂછી રહી છે કે કટ્ટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, મે આ બાબતે મારા પરિવારના લોકોને પણ જણાવ્યું નથી. મને ખબર હતી કે કેરેક્ટર ખૂબ જાણીતું થશે પરંતુ એ ખબર નહતી કે આખા દેશમાં આટલી પેપ્યુલારિટી મળશે.

2015માં બાહુબલી ફિલ્મએ દુનિયાભરમાં જોરદાર કમાણી કરતાં 600 કરોડ કમાઇ લીધા હતા. આ ફિલ્મમાં પ્રબાસ, રાણા દગ્ગૂબાતી, અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકાઓમાં છે. એસ એસ રાજામોલીએ એનું નિર્દેશન કર્યું છે.

http://sambhaavnews.com/

You might also like