બાહુબલિ-૨ના ટ્રેલરે રેકોર્ડ બનાવ્યોઃ ૧૦ કરોડથી વધુ લોકોઅે જોયું

નવી દિલ્હી: કોઈ વ્યક્તિઅે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે બાહુબલિ જેવી એક મેગા બ્લોક બસ્ટર ફિલ્મ દ્વારા દક્ષિણ ભારતીય ફિલ્મો પ્રત્યે લોકોનું વલણ બદલાઈ જશે. પરંતુ અા અત્યંત સફળ ફિલ્મે સાબિત કરી દીધું છે કે સાઉથની ફિલ્મ પણ રેકોર્ડબ્રેક બની શકે છે. તેનો શ્રેય જાય છે ફિલ્મના ડિરેક્ટર એસ એસ રાજામૌલિને.

વર્ષ ૨૦૧૫ની સુપરહિટ ફિલ્મ બાહુબલિની સિક્વલની ચાહકોને અાતુરતાથી રાહ છે. તેની સાબિતી બાહુબલિના ટ્રેલરને મળી રહેલા જબરજસ્ત રિસ્પોન્સ પરથી મળે છે. અા વર્ષે ૨૮ અેપ્રિલના રોજ રિલીઝ થનારી અા ફિલ્મના ટ્રેલરે અેક નવો રેકોર્ડ બનાવ્યો છે.
બાહુબલિ-૨ ધ કલક્લુઝનના ટ્રેલરે યુ ટ્યૂબ પર સૌથી વધુ વ્યૂ મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેના ટ્રેલરને અત્યાર સુધી ૧૦ કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને અા સંખ્યા સતત વધી રહી છે.

અા ડેટા સાથે અા ટ્રેલર અત્યાર સુધી સૌથી વધુ અોનલાઈન વ્યૂ મેળવનારું બની ચૂક્યું છે. એટલું જ નહીં ૨૪ કલાકની અંદર સૌથી વધુ જોવાયેલા વીડિયોના લિસ્ટમાં અા ટ્રેલર સાતમા નંબરે છે. અાની સાથે જ અા ફિલ્મ વધુ એક રેકોર્ડ કરવા જઈ રહી છે. દેશભરની ૬૫૦૦ સ્ક્રીન પર અા ફિલ્મ એક સાથે રિલીઝ કરવામાં અાવશે જે ભારતમાં અત્યાર સુધીનો હાઈઅેસ્ટ રેકોર્ડ છે. એક વાત તો નક્કી છે કે અાજ સુધી કોઈપણ ફિલ્મને રિલીઝ પહેલા અાટલો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો નથી.
http://sambhaavnews.com/

You might also like