કટપ્પાનાં કારણે કર્ણાટકમાં બાહુબલી રીલિઝ નહી થાય

ચેન્નાઇ : બાહુબહીનાં તમિલ એક્ટરસત્યરાજ (કટપ્પા)એ 9 વર્ષ પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં એક સ્ટેટમેન્ટ મુદ્દે માફી માંગવી પડી છે. સત્યરાજે કાવેર જળ વિવાદ મુદ્દે કન્નડ લોકોની વિરુદ્ધમાં ટીપ્પણી કરી હતી. જેનો 9 વર્ષ જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા કન્નડ સંગઠનો ભડક્યા હતા અને તેમણે સત્યરાજને બિનશરતી માફી માંગે અથવા ફિલ્મ રિલિઝ નહી થવા દેવાય તેવી ધમકી આપી હતી.

જેના પગલે સત્યરાજે માફી માંગી હતી અને જણાવ્યું કે તે આ 9 વર્ષ જુના નિવેદન માટે માફી માંગી છે. તેણે કહ્યું કે મારા નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છુ તે બદલ માફી માંગુ છું. જો કે આ વીડિયો 9 વર્ષ જુનો છે. મારા નિવેદન માટે સમગ્ર બાહુબલીની ટીમની મહેનતને નુકસાન ન પહોંચવું જોઇએ. હું ફિલ્મમાં ઘણો જ નાનોએક્ટર છું. ફિલ્મમાં મારો ખુબ જ નાનો રોલ છે.

સત્યરાજે કહ્યું કે હું કન્નડ વિરોધી નથી. મારા નિવેદનનો અર્થ કોઇની લાગણીને નુકસાન પહોંચાડવાનો નથી. 20 એપ્રીલનાં રોજ કન્નડ સંગઠન કન્નડ ઓકૂડાનાં ચીફ વટલ નાગરાજે કહ્યું કે અમે ફિલ્મ કે રાજમૌલીનાં વિરોધમાં નથી પરંતુ જ્યા સુધી સત્યરાજ બિનશરતી માફી નહી માંગે ત્યા સુધી વિરોધ યથાવત્ત રહેશે. 28 એપ્રીલે બેંગ્લોર બંધ રહેશે અને સમગ્ર રાજ્યમાં પ્રદર્શન થશે.

You might also like