‘બાહુબલિ-૨’ના પ્રીમિયરનું ઇન્વિટેશન કાર્ડ પણ અદ્દભુત

નવી દિલ્હી: અત્યાર સુધીની મોસ્ટ અવેઇ‌િટંગ ફિલ્મ ગણાતી ‘બાહુબલિ-૨’ના પ્રીમિયરનું ઇન્વિટેશન કાર્ડ પણ અદ્ભુત છે. ૨૮ અેપ્રિલે રિલીઝ થનારી અા ફિલ્મનું પ્રીમિયર અાવતી કાલે રિલીઝ કરાશે. જે લોકોને પ્રીમિયરમાં બોલાવાયા છે તેમને અા રહસ્ય એક દિવસ પહેલાં જ ખબર પડી જશે કે કટપ્પાઅે બાહુબ‌િલને કેમ માર્યો.

સૌથી દિલચસ્પ વાત અે છે કે અા ફિલ્મના પ્રીમિયરનું ઇન્વિટેશન ધર્મા પ્રોડક્શનના હેડ કરણ જોહર દ્વારા મોકલવામાં અાવ્યું છે. ફિલ્મની સ્ટોરી લાઈનની જેમ ઇન્વિટેશન કાર્ડ અેક હાર્ડ બાઉન્ડ કેસમાં અાવ્યું છે, જેમાં અલગ અલગ લેયર્સ છે, તેની અંદર પ્રીમિયરની એક સોનેરી રંગની સુંદર ટિકિટ પણ છે, જેના ટાઈટલ ઉપર વર્લ્ડ પ્રીમિયર લખેલું છે.

તેમાં ફિલ્મની સિરીઝના જાણીતા સીનનો એક રંગીન સ્કેચ પણ છે, જેમાં શિવગામી ડેરી બાળક બાહુબ‌િલને પાણીથી બચાવવા માટે પોતાના હાથ ઉપર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના પહેલા પાર્ટનો લુક જ્યારે રિલીઝ કરાયો હતો ત્યારે અા સીન બતાવાયો હતો. અા ઇ‌િન્વટેશનનો સૌથી દિલચસ્પ પાર્ટ છે, કરણ જોહર દ્વારા લખાયેલો સંદેશો.
અા સંદેશ કરણ જોહરે ગોલ્ડન ઇન્કથી લખ્યો છે, તેમાં લખ્યું છે કે એસ. એસ. રાજામૌલિ શ્રેષ્ઠ કલાકાર હોવા ઉપરાંત દુરંદેશી વ્યક્તિ પણ છે. તેમની ફિલ્મની શ્રેષ્ઠ સિનેમે‌િટક ટેક‌િનકના સહારાથી કોઈ કહાણી બેસ્ટ બની શકે છે. અા સંંદેશમાં અાગળ કહેવાયું છે કે પ્રોડ્યૂસર શોબુ અને પ્રસાદ તેમજ બાહુબ‌િલની સમગ્ર ટીમે મહેનત અને લગનથી અા ફિલ્મને પાંચ વર્ષ અાપ્યાં છે અને ધર્મા પ્રોડક્શન માટે અા ગર્વની વાત છે કે તે અા મહાન ફિલ્મનો ભાગ છે.

‘બાહુબ‌િલ-૨’ની ટિકિટના ૨૪૦૦ રૂપિયા
‘બાહુબ‌િલ-૨’ ફિલ્મ ૨૪૦૦ રૂપિયાની ટિકિટના કારણે બ્લોકબસ્ટરમાં ફેરવાઈ ગઈ છે. ફિલ્મનું એડ્વાન્સ બુ‌િંકંગ શરૂ થઈ ચૂક્યું છે. દિલ્હીનાં થિયેટરમાં અા ફિલ્મનો સૌથી વધુ ભાવ ૨૪૦૦ રૂપિયા છે. ‘બાહુબ‌િલ-૨’નો અેન્ડ સીન અત્યંત શાનદાર અને રેકોર્ડ બનાવનાર હશે. અા રેકોર્ડ હશે સૌથી લાંબા ક્લાઈમેક્સ સીનનો. ‘બાહુબ‌િલ-૨’નો એન્ડ સીન લગભગ ૪૫ મિનિટનો હશે. અા માટે લગભગ ૩૦ કરોડનો સેટ લગાવાયો હતો.
http://sambhaavnews.com/

You might also like