બાહુબલિ-૨નાં હિંદી વર્ઝને દંગલ અને સુલતાનને પણ પછાડ્યાં

નવી દિલ્હી: અેસ. એસ. રાજામૌલિની બાહુબલિ-૨ ફિલ્મની હિંદી અાવૃત્તિઅે અાેપનિંગ વીક એન્ડમાં ૧૨૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બાહુબલિની હિંદી અાવૃત્તિના પ્રેઝન્ટર કરણ જોહરે ફિલ્મના બોક્સ અોફિસ કલેક્શનના અાંકડા ટ્વિટર પર શેર કર્યા હતા. કરણ જોહરે જણાવ્યું કે અૈતિહાસિક વીક એન્ડ બાહુબલિ-૨ની હિંદી અાવૃત્તિનું શુક્ર, શનિ અને રવિવારનું બોક્સ અોફિસ કલેક્શન અનુક્રમે ૪૧ કરોડ, ૪૦.૫ કરોડ અને ૪૬.૫ કરોડ રૂપિયા હતું.

સલમાન ખાનની સુલતાન ફિલ્મે અોપનિંગ વીક એન્ડમાં ૧૦૫.૫૩ કરોડ રૂપિયા અને અામિર ખાનની દંગલે ૧૦૭.૦૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બાહુબલિ-૨અે અા બે ફિલ્મનાં વીક એન્ડના બિઝનેસના રેકોર્ડને તોડી નાખ્યા છે.
અા ફિલ્મે વિશ્વભરમાં પહેલા ત્રણ દિવસમાં ૪૦૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. અમેરિકામાં અા ફિલ્મ ૧૧૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે અને ત્રણ દિવસમાં ૪૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

ભારતીય સિનેમાનું ગૌરવ બાહુબલિ-૨ઃ રજનીકાંત
ગણતરીના દિવસોમાં બ્લોકબસ્ટર પુરવાર થયેલી એસ. એસ. રાજામૌલિની ફિલ્મ બાહુબલિ-૨ઃ ધ કનક્લુઝનને રજનીકાંતે ભારતીય સિનેમાનું ગૌરવ ગણાવી હતી. તેમણે અાવી ઉત્તમ ફિલ્મ કરવા બદલ ફિલ્મની અાખી ટીમને પણ બિરદાવી હતી.

અા ફિલ્મને માસ્ટર પિસ ગણાવતાં રજનીકાંતે ટ્વિટ કર્યું કે બાહુબલિ-૨ ભારતીય સિનેમાનું ગૌરવ છે. ઇશ્વરના પોતાના સંતાન રાજામૌલિ અને તેમની ટીમને મારા સલામ.
http://sambhaavnews.com/

You might also like