બાહુબલિ-૨એ ત્રણ દિવસમાં રૂપિયા ૩૦૦ કરોડ કરતાં વધુ કમાણી કરી

મુંબઈઃ બાહુબલિ-૨એ બે દિવસમાં બોક્સ ઓફિસ પર ૨૨૧ કરોડની કમાણી કરી છે. ત્રીજા દિવસે આ કમાણી ૩૦૦ કરોડને પાર થઈ ચૂકી છે. આ આંકડો ફિલ્મનાં તમામ ભાષાના વર્ઝન સાથેનો છે. ફિલ્મના હિંદી વર્ઝને શુક્રવારે ૪૧ કરોડ, બીજા િદવસે ૪૦ કરોડના બિઝનેસ સાથે ટોટલ ૮૧ કરોડનો વકરો કર્યો છે. શનિવારે પણ ૧૦૦ કરોડની કમાણી કરનારી આ ફિલ્મે રવિવારે ૧૦૦ કરોડ કરતા વધુ કમાણી કરી. બાહુબલિ-૨એ ત્રણ દિવસમાં ૩૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હોવાથી તે તમામ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. આ ફિલ્મ ખૂબ જ જલદી આમિર ખાનની દંગલ ફિલ્મનો રેકોર્ડ તોડશે. જે અત્યાર સુધી બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ગણાતી હતી.

બાહુબલિ-૨ એ બે દિવસમાં તોડેલા રેકોર્ડ
• સૌથી વધુ એડ્વાન્સ બુકિંગ થયેલી ફિલ્મ
• ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સ્ક્રીનમાં રિલીઝ થયેલી ફિલ્મ
• પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ
• બીજા દિવસે પણ સૌથી વધુ બિઝનેસ સૌથી પહેલા ૧૦૦ કરોડનો આંકડો પાર
• હિંદીમાં ડબ થયેલી ફિલ્મમાં સૌથી વધુ બિઝનેસ
• અમેરિકામાં ગુરુવારે રાત્રે રાખવામાં આવતા પ્રિમિયરમાં સૌથી વધુ કમાણી કરતી ભારતીય ફિલ્મ
• બે દિવસમાં અમેરિકામાં ૫૨.૪૫ કરોડ રૂપિયાના બિઝનેસ સાથે સૌથી વધુ કમાણી કરતી ભારતીય ફિલ્મ
બાહુબલિનો ભલ્લાલદેવ એક જ આંખે જોઈ શકે છે
• બાહુબલિમાં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર રાણા દગ્ગુબાટી એક જ આંખે જોઈ શકે છે. રાણા દગ્ગુબાટીએ ૨૦૧૦માં આવેલી તેલુગુ ફિલ્મ લીડર દ્વારા તેની ફિલ્મી કરિયર શરૂ કરી હતી. તેની ફિલ્મ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે તેનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો ૨૦૧૬ના એક શોનો છે. જેમાં રાણા દગ્ગુબાટીએ તેની આંખ વિશે જણાવતાં કહ્યું હતું કે હું મારી જમણી આંખથી જોઈ શકતો નથી., મને ફક્ત ડાબી આંખથી જ દેખાય છે. તમે મારી જમણી આંખે જે જોઈ રહ્યા છો તે મને એક વ્યક્તિના મૃત્યુ બાદ ડોનેટ કરવામાં આવી હતી. જો હું મારી ડાબી આંખ બંધ કરું તો મને કંઈક જ દેખાતું નથી.

બોલિવૂડની સારી ઓફર મળે તો પ્રભાસ ફિલ્મ કરવા તૈયાર
બાહુબલિ દ્વારા ભારતભરમાં જાણીતો બનેલો સાઉથનો એક્ટર પ્રભાસ હવે તેની આગામી બે તેલુગુ ફિલ્મ પર ધ્યાન આપી રહ્યો છે. તે હવે હિંદી ફિલ્મમાં કામ કરવા પણ તૈયાર છે. તે કહે છે કે જો મને હિંદી ફિલ્મની સારી ઓફર મળશે તો હું તે કરવા તૈયાર છું. હાલમાં મારી પ્રાયોરિટી બે તેલુગુ ફિલ્મ પૂરી કરવાની છે.

http://sambhaavnews.com/

You might also like