આ સ્ટાર્સે ‘બાહુબલિ’ના રોલ ઠુકરાવ્યા હતા

કમાણી મુજબ ભારતની સૌથી સફળ ફિલ્મ બની ચૂકેલી ‘બાહુબલિ-૨’ માટે અગાઉ અનેક સ્ટાર્સને ઓફર કરાઇ હતી, પરંતુ તે લોકોએ આ ફિલ્મના રોલમાં રસ દાખવ્યો ન હતો. એક જાણીતા ન્યૂઝપેપરના રિપોર્ટ મુજબ રાજામૌલિએ પહેલાં આ ફિલ્મ ઋત્વિક રોશનને લઇ હિંદીમાં બનાવવાનો વિચાર કર્યો હતો. તેમનું પ્લાનિંગ હતું કે આ ફિલ્મને ત્યારબાદ બીજી ભાષાઓમાં ડબ કરવામાં આવે, જ્યારે ઋત્વિક રોશને ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને તેમાં પ્રભાસને લેવામાં આવ્યો, જોકે રાણા દગ્ગુબાટીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ‘બાહુબલિ’ના રોલ માટે પ્રભાસ સ્ક્રિપ્ટ સ્ટેજથી જ હતો. ત્યારબાદ ભલ્લાલદેવનો રોલ પસંદ કરાયો હતો.

અનુષ્કા શેટ્ટી પહેલાં દેવસેનાના રોલ માટે સાઉથની અભિનેત્રી નયનતારાનો એપ્રોચ કરાયો હતો, પરંતુ કોઇ કારણથી તેણે આ રોલ કરવાની ના કહી, જેને અનુષ્કા શેટ્ટીએ સુંદર રીતે ભજવ્યો. ભલ્લાલદેવના રોલ માટે રાજામૌ‌િલની ફર્સ્ટ ચોઇસ જોન અબ્રાહમ હતો. રાજામૌલિએ જોનને સ્ક્રિપ્ટ પણ મોકલી હતી, પરંતુ જોને પણ આ રોલ માટે કોઇ રસ દાખવ્યો ન હતો. ત્યારબાદ તેમણે રાણા દગ્ગુબાટી સાથે વાત કરી.

સોનમ કપૂર પાસે અવંતિકાના રોલની ઓફર આવી હતી, પરંતુ તેણે આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ આ રોલ તમન્ના ભાટિયાએ કર્યો. ફિલ્મ મેકર ઇચ્છતા હતા કે સોનમ ફિલ્મના શૂટિંગ દરમિયાન બે વર્ષ સુધી બીજી કોઇ ફિલ્મ ન કરે. આ વાત સોનમને મંજૂર ન હતી.

સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પાસે કટપ્પાના રોલની ઓફર આવી હતી, પરંતુ તેમણે આ રોલનું મહત્ત્વ સમજ્યા વગર તેની ના કહી દીધી. બાદમાં આ રોલ સાઉથના જ અભિનેતા સત્યરાજે પ્લે કર્યો. રિપોર્ટ મુજબ વિવેક ઓબેરોયને પણ ભલ્લાલદેવના રોલની ઓફર કરાઇ હતી, પરંતુ પોતાના વ્યસ્ત શેડ્યૂલના કારણે તેણે આ રોલ રિજેક્ટ કરી દીધો. •
http://sambhaavnews.com/

You might also like