એનઆઇએનો દાવો, કાશ્મીરમાં અશાંતિનો ફાયદો ઉઠાવવા માંગતો હતો આતંકવાદી

નવી દિલ્હી: કાશ્મીરમાંથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી બહાદુર અલીએ લશ્કરના આતંકવાદી હુમલાનું રહસ્ય ખોલ્યું છે. એનઆઇએએ જણાવ્યું હતું કે તેને પાકિસ્તાની ફૌજમાંથી ટ્રેનિંગ મળી. બહાદુર અલીની 25 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

એનઆઇએએ આ આતંકવાદીનો વીડિયો જાહેર કરતાં જણાવ્યું હતું કે જમાત ઉદ દાવાએ 2008-09માં આતંકવાદી બહાદુર અલીને ભરતી કર્યો હતો. તેને વિશેષ પ્રકારની મિલિટ્રી ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેને પાકિસ્તાનમાં બેસેલા આકાઓ પાસેથી નિર્દેશ મળી રહ્યાં હતા. આ આદેશ પાકિસ્તાન સિક્યોરિટી ફોર્સીસની મદદથી મળી રહ્યાં હતા. તેની પાસે સિમકાર્ડ વિનાના એસએમએસવાળો ફોન મળ્યો. બહાદુર અલીએ આ ટેકનિકનો ખૂબ ઉપયોગ કર્યો. પાકિસ્તાન મિલિટ્રીની મદદ વિના આવું ઓપરેશન મુશ્કેલ છે.

આતંકવાદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં 30 થી 50 આતંકવાદીઓને ત્યાં તૈયાર રાખવામાં આવ્યા છે અને તેમને ત્યાં ટ્રેનિંગ કેમ્પોમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. 11-12 જૂનની રાત્રે તે ભારતમાં દાખલ થયો હતો. હાફિજ સઇદના સંબંધીઓ બહાદુર અલીને ભરતીય કર્યો હતો અને જિહાદના નામ પર ફોસલાવ્યો હતો.

You might also like